________________
૩૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧૨ બાદરનામકર્મ, પર્યાપ્ત નામકર્મ-અપર્યાપ્ત નામકર્મ, સ્થિરતામકર્મ-અસ્થિરતામકર્મ, આયનામકર્મઅનાદેયનામકર્મ, યશનામકર્મ-અયશનામકર્મ, (તથા) તીર્થંકરનામકર્મ. એ પ્રમાણે આ ૪૨ પ્રકારે મૂળભેદથી નામકર્મ છે.
અને ઉત્તરામપ્રકૃતિ અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે – ગતિનામકર્મ ચાર પ્રકારે – નરકગતિનામકર્મ, તિર્યંચયોતિગતિનામકર્મ, મનુષ્યગતિનામકર્મ, દેવગતિનામકર્મ.
જાતિનામકર્મના મૂળભેદો પાંચ છે. તે આ પ્રમાણે – એકેન્દ્રિય જાતિનામકર્મ, બેઈન્દ્રિયજાતિનામકર્મ, તેઈન્દ્રિયજાતિનામકર્મ, ચઉરિદ્રિયજાતિનામકર્મ, પંચેન્દ્રિયજાતિનામકર્મ.
તિ' શબ્દ જાતિનામકર્મના પાંચ પ્રકારની સમાપ્તિ અર્થે છે. એકેન્દ્રિય જાતિનામકર્મ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – પૃથ્વીકાયજાતિનામકર્મ, અપ્લાયજાતિનામકર્મ. તેઉકાયજાતિનામકર્મ, વાઉકાયજાતિનામકર્મ, વનસ્પતિકાયજાતિનામકર્મ.
ત્તિ' શબ્દ એકેન્દ્રિયજાતિનામકર્મના પાંચ પ્રકારની સમાપ્તિ અર્થે છે.
ત્યાં પૃથ્વીકાયજાતિનામકર્મ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – શુદ્ધપૃથ્વી, શર્કરા, વાલુકા, ઉપલ, શિલા, લવણ, અયા=લોઢું, ત્ર૫, તામ્ર, સીસક, રૂપ્ય, સુવર્ણ, વજ, હરિતાલ, હિંગલક, મનશિલા, સભ્ય, કાંચન, પ્રવાલક, અભ્રપટલ, અભ્રવાલિકા જાતિનામકર્મ આદિ અને ગોમેદક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, જલાવભાસ, વૈડૂર્ય, ચંદ્રપ્રભ, ચંદ્રકાંત, સૂર્યકાંત, જલકાંત, મસારગલ્લ, અશ્રુગર્ભ, સૌગન્ધિક, પુલક, અરિષ્ટ, કાંચનમણિજાતિનામકમદિ.
અપ્લાયજાતિનામકર્મ પણ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – ઉપલેદ, અવશ્યાય=ઝાકળ, નીહાર, હિમ, ઘનોદક શુદ્ધોદકજાતિનામકર્માદિ.
તેઉકાયજાતિનામકર્મ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – અંગાર, વાલા, અલાત, અર્ચિ, મુસ્કુર, શુદ્ધઅગ્નિ જાતિનામકર્માદિ.
વાઉકાયજાતિનામકર્મ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – ઉત્કલિકા, મંડલિકા, ઝંઝા, ઘનસંવર્તકજાતિનામકર્માદિ.
વનસ્પતિકાયજાતિનામકર્મ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – કંદ, મૂળ, સ્કંધ, ત્વચ, કાષ્ઠ, પત્ર, પ્રવાલ, પુષ્પ, લ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લી, તૃણ, પર્વ, કાય, શેવાલ, પનકવલક, કુહનજાતિનામકર્માદિ.
એ પ્રમાણે બેઈન્દ્રિયજાતિનામકર્મ અનેક પ્રકારનું છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય જાતિનામકર્માદિ પણ અનેક પ્રકારનું છે.
શરીરનામકર્મ પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે – દારિકશરીરનામકર્મ, વૈક્રિયશરીરનામકર્મ, આહારકશરીરનામકર્મ, તેજસશરીરનામકર્મ, કામણશરીરનામકર્મ.