________________
૨૨
તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧૦
ત્યાં=ચારિત્રમોહનીયના બે ભેદમાં, કષાયરૂપે વેદનીયકર્મ ૧૬ ભેદવાળું છે. તે આ પ્રમાણે – અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, એ રીતે અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાતાવરણકષાય, સંજ્વલન કષાય એક એક ક્રોધ-માન-માયા-લોભવાળા છે. એથી ૧૬ ભેદો છે.
લોકષાયવેદનીય નવ મેદવાળું છે તે આ પ્રમાણે – હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ પ્રમાણે નોકષાયરૂપે વેદનીયકર્મ નવ પ્રકારનું છે. ત્યાં=નવ લોકષાયમાં, પુરુષવેદાદિમાં તૃણનો અગ્નિ, કાષ્ઠનો અગ્નિ અને કરીષનો અગ્નિ =બકરીની લીંડીનો અગ્નિ, દાંત છે તૃણઅગ્નિ જેવો પુરુષવેદનો ઉદય છે, કાષ્ઠઅગ્નિ જેવો સ્ત્રીવેદનો ઉદય છે અને બકરીની લીંડીના અગ્નિ જેવો નપુંસકવેદનો ઉદય છે. એ રીતે મોહનીયતા ૨૮ ભેદો થાય છે.
અનંતાનુબંધી સમ્યગ્દર્શનનો ઉપઘાતી છે. હિં=જે કારણે, તેના ઉદયથી=અનંતાનુબંધી કષાયના ઉદયથી, સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું નથી અને પૂર્વમાં ઉત્પન્ન થયેલું પણ નાશ પામે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી વિરતિ થતી નથી. પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી વિરતાવિરતિ થાય છે=દેશવિરતિ થાય છે, પરંતુ ઉત્તમ એવા ચારિત્રનો લાભ થતો નથી. સંજવલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્રનો લાભ થતો નથી. ક્રોધકષાયના પર્યાયવાચી બતાવે છે – ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, ભાંડત=ભાંડવું, અને ભામ=ઈર્ષા, એ અનર્થાન્તર છે=એકાર્યવાચી શબ્દો છે. તે આ ક્રોધના તીવ્ર, મધ્યમ, વિમધ્યમ અને અંદભાવને આશ્રિત દષ્ટાંતો છે. તે આ પ્રમાણે – પર્વતની શજિ સદશ=પર્વતની રેખા જેવો, તીવ્ર પરિણામ છે. ભૂમિની રાજી જેવો=ભૂમિની રેખા જેવો, મધ્યમ પરિણામ છે, વાલુકાની રાજી જેવો=રેતીની રેખા જેવો, વિમધ્યમ પરિણામ છે. અને પાણીની રાજી જેવો=પાણીની રેખા જેવો, મંદ પરિણામ છે.
તિ' શબ્દ ક્રોધના ચાર ભેદોના સ્વરૂપની સમાપ્તિ માટે છે.
ત્યાં=ક્રોધના ચાર ભેદમાં, (અનંતાનુબંધી ક્રોધકષાય :-) પર્વતની રેખા જેવો એટલે જે પ્રમાણે પ્રયોગ, વિસસા, અને મિશ્રના અત્યતમ હેતુ વડે ઉત્પન્ન થયેલી એવી પર્વતની રેખા ક્યારેય પણ સંરોહ પામતી નથી એ રીતે ઈષ્ટતા વિયોજન, અનિષ્ટતા યોજન, અભિલલિતનો અલાભ આદિના અન્યતમરૂપ હેતુથી જેને ઉત્પન્ન થયેલો ક્રોધ આમરણ સુધી વ્યય પામતો નથી, જાત્યંતરમાં અનુસરણ કરે છે=બીજા ભવમાં અનુવૃત્તિરૂપે આવે છે, નિરનુનય છે=નમ્રતાના પરિણામ વગરનો છે, તીવ્ર અનુશય છે–તીવ્ર ઠેષવાળો છે, અપ્રત્યવમર્શવાળો છે–પરમાર્થને જોવામાં વિચાર ન કરે તેવો છે, તે પર્વતરાજી સમાન છે; તેવા પ્રકારના ક્રોધમાં મરનારા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે.
અપ્રત્યાખ્યાતાવરણ ક્રોધકષાય - ભૂમિરાજી સદશ ક્રોધ એટલે જે પ્રમાણે સૂર્યનાં કિરણોના જાળાને કારણે શોષાયેલા સ્નેહવાળી વાયુથી હણાયેલી એવી ભૂમિની ઉત્પન્ન થયેલી રાજી વર્ષાની