SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧૦ ત્યાં=ચારિત્રમોહનીયના બે ભેદમાં, કષાયરૂપે વેદનીયકર્મ ૧૬ ભેદવાળું છે. તે આ પ્રમાણે – અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, એ રીતે અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાતાવરણકષાય, સંજ્વલન કષાય એક એક ક્રોધ-માન-માયા-લોભવાળા છે. એથી ૧૬ ભેદો છે. લોકષાયવેદનીય નવ મેદવાળું છે તે આ પ્રમાણે – હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ પ્રમાણે નોકષાયરૂપે વેદનીયકર્મ નવ પ્રકારનું છે. ત્યાં=નવ લોકષાયમાં, પુરુષવેદાદિમાં તૃણનો અગ્નિ, કાષ્ઠનો અગ્નિ અને કરીષનો અગ્નિ =બકરીની લીંડીનો અગ્નિ, દાંત છે તૃણઅગ્નિ જેવો પુરુષવેદનો ઉદય છે, કાષ્ઠઅગ્નિ જેવો સ્ત્રીવેદનો ઉદય છે અને બકરીની લીંડીના અગ્નિ જેવો નપુંસકવેદનો ઉદય છે. એ રીતે મોહનીયતા ૨૮ ભેદો થાય છે. અનંતાનુબંધી સમ્યગ્દર્શનનો ઉપઘાતી છે. હિં=જે કારણે, તેના ઉદયથી=અનંતાનુબંધી કષાયના ઉદયથી, સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું નથી અને પૂર્વમાં ઉત્પન્ન થયેલું પણ નાશ પામે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી વિરતિ થતી નથી. પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી વિરતાવિરતિ થાય છે=દેશવિરતિ થાય છે, પરંતુ ઉત્તમ એવા ચારિત્રનો લાભ થતો નથી. સંજવલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્રનો લાભ થતો નથી. ક્રોધકષાયના પર્યાયવાચી બતાવે છે – ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, ભાંડત=ભાંડવું, અને ભામ=ઈર્ષા, એ અનર્થાન્તર છે=એકાર્યવાચી શબ્દો છે. તે આ ક્રોધના તીવ્ર, મધ્યમ, વિમધ્યમ અને અંદભાવને આશ્રિત દષ્ટાંતો છે. તે આ પ્રમાણે – પર્વતની શજિ સદશ=પર્વતની રેખા જેવો, તીવ્ર પરિણામ છે. ભૂમિની રાજી જેવો=ભૂમિની રેખા જેવો, મધ્યમ પરિણામ છે, વાલુકાની રાજી જેવો=રેતીની રેખા જેવો, વિમધ્યમ પરિણામ છે. અને પાણીની રાજી જેવો=પાણીની રેખા જેવો, મંદ પરિણામ છે. તિ' શબ્દ ક્રોધના ચાર ભેદોના સ્વરૂપની સમાપ્તિ માટે છે. ત્યાં=ક્રોધના ચાર ભેદમાં, (અનંતાનુબંધી ક્રોધકષાય :-) પર્વતની રેખા જેવો એટલે જે પ્રમાણે પ્રયોગ, વિસસા, અને મિશ્રના અત્યતમ હેતુ વડે ઉત્પન્ન થયેલી એવી પર્વતની રેખા ક્યારેય પણ સંરોહ પામતી નથી એ રીતે ઈષ્ટતા વિયોજન, અનિષ્ટતા યોજન, અભિલલિતનો અલાભ આદિના અન્યતમરૂપ હેતુથી જેને ઉત્પન્ન થયેલો ક્રોધ આમરણ સુધી વ્યય પામતો નથી, જાત્યંતરમાં અનુસરણ કરે છે=બીજા ભવમાં અનુવૃત્તિરૂપે આવે છે, નિરનુનય છે=નમ્રતાના પરિણામ વગરનો છે, તીવ્ર અનુશય છે–તીવ્ર ઠેષવાળો છે, અપ્રત્યવમર્શવાળો છે–પરમાર્થને જોવામાં વિચાર ન કરે તેવો છે, તે પર્વતરાજી સમાન છે; તેવા પ્રકારના ક્રોધમાં મરનારા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાતાવરણ ક્રોધકષાય - ભૂમિરાજી સદશ ક્રોધ એટલે જે પ્રમાણે સૂર્યનાં કિરણોના જાળાને કારણે શોષાયેલા સ્નેહવાળી વાયુથી હણાયેલી એવી ભૂમિની ઉત્પન્ન થયેલી રાજી વર્ષાની
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy