________________
૨૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ / સૂત્ર-૧૦ ભાવથી સંપૂર્ણ પાપના વિરામની પ્રાપ્તિ થતી નથી. તેથી તે તે નિમિત્તોને પામીને બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષવાળું ચિત્ત હોવાથી અવિરતિના પરિણામની જ પ્રાપ્તિ થાય છે.
સંજ્વલનકષાય ઃ
વળી પ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયથી અપ્રત્યાખ્યાનકષાયના ક્ષયોપશમવાળા જીવોને દેશવિરતિની પ્રાપ્તિ થવા છતાં ઉત્તમચારિત્રનો લાભ થતો નથી અર્થાત્ સંસારના સર્વ ભાવોથી ચિત્તનો વિરામ કરીને ત્રણ ગુપ્તિઓના સામ્રાજ્યપૂર્વક મોહના ઉન્મૂલન માટે યત્ન થાય તેવા ઉત્તમ ચારિત્રનો લાભ થતો નથી. જેઓને પ્રત્યાખ્યાનાવરણકષાયનો ક્ષયોપશમ છે તેઓને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ ઉત્તમ ચારિત્રનો લાભ થાય છે; તોપણ સંજ્વલનકષાયના ઉદયથી યથાખ્યાતચારિત્રનો લાભ થતો નથી જે યથાખ્યાતચારિત્ર શુદ્ધ આત્મામાં સ્થિર થવારૂપ પૂર્ણચારિત્રનો પરિણામ છે તેવા ચારિત્રનો લાભ થતો નથી અર્થાત્ વીતરાગભાવરૂપ ચારિત્રનો લાભ થતો નથી.
વળી અનંતાનુબંધી આદિ ચારે કષાયો ક્રોધ-માન-માયા અને લોભ સ્વરૂપ છે. તેમાંથી પ્રથમ ક્રોધકષાયનું સ્વરૂપ બતાવે છે –
ક્રોધકષાય ઃ
સૌ પ્રથમ ક્રોધકષાયના પર્યાયવાચી શબ્દો કહે છે
ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, ભંડન અને ભામ એ ક્રોધના પર્યાયવાચી શબ્દો છે.
કોઈપણ પ્રતિકૂળ ભાવોને જોઈને ચિત્તમાં અલ્પ પણ અરુચિ, અણગમો આદિ કોઈપણ ભાવો થાય તે ક્રોધ સ્વરૂપ છે. તે ક્રોધ તીવ્ર, મધ્યમ, વિમધ્યમ, અને મંદ ભાવને આશ્રયીને ચાર ભેદવાળો છે. તેમાં જે તીવ્ર ક્રોધ છે તે અનંતાનુબંધીકષાયરૂપ છે, મધ્યમ ક્રોધ છે તે અપ્રત્યાખ્યાનકષાયરૂપ છે, વિમધ્યમ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણકષાયરૂપ છે અને મંદભાવવાળો ક્રોધ સંજ્વલનના ઉદય સ્વરૂપ છે.
આ ચાર પ્રકારના ક્રોધને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
જે પર્વતની રાજી=રેખા, જેવો ક્રોધ છે તે તીવ્ર ક્રોધ છે=અનંતાનુબંધી ક્રોધ છે. જેમ પ્રયોગ દ્વારા કે વિસ્રસા પરિણામ દ્વારા કે ઉભય દ્વારા પર્વતમાં ઉત્પન્ન થયેલી તિરાડ ક્યારેય પણ સંરોહ પામતી નથી એ રીતે પોતાના ઇષ્ટનો વિયોગ કોઈનાથી થયેલ હોય તેના કારણે કોઈને કોઈના પ્રત્યે દ્વેષ થયો હોય કે અનિષ્ટનો સંયોગ કોઈનાથી થયેલ હોય તેના કારણે કોઈના પ્રત્યે દ્વેષ થયો હોય કે ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ કોઈનાથી થયેલ હોય તેના કારણે કોઈના પ્રત્યે દ્વેષ થયો હોય તે દ્રેષ આમરણ સુધી જતો નથી, તે અનંતાનુબંધીકષાયરૂપ દ્વેષ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે પોતાની ઇષ્ટ વસ્તુનો વિયોગ કોઈ કરાવે તેના પ્રત્યે દ્વેષ થાય છે, અથવા અનિષ્ટ વસ્તુનું કોઈ યોજન કરાવે તેના પ્રત્યે દ્વેષ થાય છે, અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ પ્રત્યે દ્વેષ થાય છે અને પોતાને ઇચ્છિત પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન કરાવે તેના પ્રત્યે દ્વેષ થાય છે. જેમ પર્વતમાં પડેલી મોટી તિરાડ