________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮| સૂત્ર-૧૦ ચારિત્રમોહનીયકર્મ :
વળી ચારિત્રમોહનીયકર્મ બે ભેદવાળું છે. કષાયરૂપે વેદનીય અને નોકષાયરૂપે વેદનીય. કષાય એટલે જેનાથી કષરૂપ સંસારનો આયEલાભ, થાય તે કષાય. તે સ્વરૂપે વેદનીયકર્મ તે કષાયવેદનીયકર્મ. તેથી એ પ્રાપ્ત થાય કે ૧૦ પ્રકારના કષાયોમાંથી કોઈપણ કષાયનો ઉદય સંસારની પ્રાપ્તિનું કારણ છે. તેથી કષાયરૂપે વેદનીયકર્મથી સંસારના લાભની પ્રાપ્તિ છે.
વળી નોકષાય એ સ્વયં કષાય નથી, પરંતુ કષાયમાંથી ઉદ્ભવ થયેલા કંઈક કષાયના અંશના પરિણામવાળા અને કષાયની વૃદ્ધિના કારણ એવા પરિણામો છે. તે સ્વરૂપે વેદનીયકર્મ તે નોકષાયરૂપે વેદનીયકર્મ છે.
કષાયરૂપે વેદનીયકર્મ સોળ ભેદવાળું છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ રીતે અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-માન-માયા-લોભ અને સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ એમ કષાયના સોળ ભેદો છે. અનંતાનુબંધી કષાય -
જે કષાય ઉત્તરોત્તર વૃદ્ધિના પ્રવાહને ચલાવે તેવા અનંત અનુબંધવાળો છે, તે અનંતાનુબંધી કષાય છે. આ અનંતાનુબંધી કષાય કાંઈક મંદ થાય છે, ત્યારે સ્થૂલથી કંઈક તત્ત્વનો બોધ થાય છે, તે અંશથી તેનો અનુબંધ તૂટે છે. જે અંશથી તત્ત્વનો સૂક્ષ્મ બોધ નથી, તે અંશથી અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ છે, તે અંશથી અનંત અનુબંધ છે. સર્વ કર્મ રહિત શુદ્ધ આત્માની અવસ્થા જેટલા અંશથી જીવને સુંદર જણાય અને તેની પ્રાપ્તિના ઉપાયભૂત ભાવસાધુપણા પ્રત્યેનો રાગ જેટલા અંશથી થાય અને આત્માની શુદ્ધ અવસ્થા પ્રત્યેનો રાગ તથા તેની પ્રાપ્તિના ઉપાયભૂત જિનવચન પ્રત્યેનો રાગ જેટલા અંશથી તે જીવમાં વર્તે છે તેટલા અંશથી આત્મા પોતાના મૂળ સ્વભાવ તરફ ગતિમાન થાય છે, તેથી સંસારના કારણભૂત અનંતાનુબંધી કષાયનો ક્રમશઃ ઉચ્છેદ થાય છે. અપ્રત્યાખ્યાની ચકષાય :
વળી જીવને આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે અત્યંત રાગ થવા છતાં દેશથી પણ પાપની વિરતિ કરવાને અનુકૂળ પ્રયત્ન કરવામાં બાધ કરે તેવા કષાયનો ઉદય અપ્રત્યાખ્યાનકષાય છે=સંપૂર્ણ પ્રત્યાખ્યાનનો અવરોધ કરે તેવો કષાય છે. તેથી અનંતાનુબંધી કષાયનો વિગમન થવા છતાં મોક્ષને અનુકૂળ વિરતિમાં પ્રવૃત્તિ કરવામાં બાધક જે કષાયનો ઉદય તે અપ્રત્યાખ્યાન કષાય છે. પ્રત્યાખ્યાનાવરણીયકષાય :
વળી સંપૂર્ણ પાપના વિરામરૂપ જે પ્રત્યાખ્યાન તેને આવરણ કરનારો એવો જે કષાયનો ઉદય તે પ્રત્યાખ્યાનાવરણકષાય છે. તેથી અપ્રત્યાખ્યાનકષાયના ક્ષયોપશમવાળા શ્રાવકને દેશવિરતિની પ્રાપ્તિ હોવા છતાં પ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયથી સર્વવિરતિનો પરિણામ થતો નથી. આથી જ સાધુવેષમાં હોય, સાધ્વાચારનું પાલન થતું હોય, આમ છતાં પ્રત્યાખ્યાનના આવારક કષાયો ક્ષયોપશમભાવને પામે નહીં તો