________________
૨૩
સ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦ અપેક્ષાએ સંરોહણ પામનારી પરમ પ્રકૃષ્ટ આઠ માસની સ્થિતિવાળી હોય છે. એ રીતે યથોક્ત નિમિત્તવાળો જેનો ક્રોધ અનેકવિધ સ્થાયી દુરનુનયવાળો છે, તે ભૂમિરાજી સદશ છે; તેવા ક્રોધથી મરેલા જીવો તિર્યંચ યોનિમાં ઉત્પત્તિને પ્રાપ્ત કરે છે.
પ્રત્યાખ્યાતાવરણ ક્રોધકષાય:- રેતીમાં પડેલી રેખા સદેશ ક્રોધ એટલે જે પ્રમાણે રેતીમાં કાષ્ઠથી, શલાકાથી કે કાંકરા આદિમાંથી કોઈક હેતુથી ઉત્પન્ન કરાયેલી રેખા વાયુના વાવા આદિની અપેક્ષાએ એક મહિનાની અંદર સંરોહ પામે છે અર્થાત્ તે રેખા નષ્ટ થાય છે. એ રીતે પૂર્વમાં કહેલા નિમિત્તથી ઉત્પન્ન થયેલો જેનો ક્રોધ અહોરાત્ર, પક્ષ, માસ, ચાતુર્માસ કે વર્ષ સુધી રહે છે, તે વાયુકારાજી સદશ ક્રોધ છે; તેવા પ્રકારના ક્રોધમાં મરનારો જીવ મનુષ્યમાં ઉત્પત્તિને પ્રાપ્ત કરે છે.
સંજ્વલન ક્રોધકષાય - ઉદકરાજી સદશ ક્રોધ એટલે જે પ્રમાણે પાણીમાં દંડ, શલાકા, અંગુલી આદિના અન્યતમ હેતુથી ઉત્પન્ન કરાયેલી રેખા પાણીનું દ્રવપણું હોવાથી ઉત્પત્તિ અનંતર જ સંરોહ પામે છે–તે રેખા દૂર થાય છે, એ રીતે પૂર્વમાં કહેલાં નિમિતોથી થયેલો જેનો ક્રોધ અપ્રમત એવા વિદ્વાનને પ્રત્યવમર્શની ઉત્પત્તિ અનંતર જ=ક્રોધના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની ઉત્પત્તિ અનંતર જ, દૂર થાય છે, તે ઉદકરાજી સદશ છે; તેવા ક્રોધમાં મરનારો દેવભવમાં ઉત્પતિને પ્રાપ્ત કરે છે. જેઓને વળી આ ચારે પણ પ્રકારનો ક્રોધ નથી તેઓ નિવણને પ્રાપ્ત કરે છે. માનકષાયના પર્યાયવાચી બતાવે છે – માન, સ્તંભ, ગર્વ, ઉત્સક, અહંકાર, દર્પ, મદ, સ્મય એ બધા એકાર્યવાચી શબ્દો છે. તે આ માનતા તીવ્રાદિ ભાવો આશ્રિત દષ્ટાંતો છે. તે આ પ્રમાણે – પર્વતના સ્તંભ જેવો, હાડકાના સ્તંભ જેવો, લાકડાના સ્તંભ જેવો અને લતાના સ્તંભ જેવો માનકષાય છે. આમતો ઉપસંહાર=માનકષાયનો ઉપસંહાર અને નિગમત ક્રોધતાં દગંતોથી વ્યાખ્યાત છે.
માયાકષાયના પર્યાયવાચી બતાવે છે – માયા, પ્રણિધાન, ઉપધિ, વિકૃતિ, આવરણ, વંચતા, દંભ, જૂટમતિ, સંધાન, અનાજીવ એ એકાર્યવાચી શબ્દો છે. તે માયાના તીવ્રાદિ ભાવ આશ્રિત દષ્ટાંતો છે. તે આ પ્રમાણે – વંશના કુડુંગ જેવીકવાંસના મૂળ જેવી, મેષતા શિંગડા જેવી, ગોમૂત્રિકા જેવી, નિર્લેખન જેવી ચાર પ્રકારની માયા છે. અહીં પણ ઉપસંહાર અને નિગમત ક્રોધના દષ્ટાંતથી વ્યાખ્યાન કરાયા. લોભકષાયના પર્યાયવાચી બતાવે છે – લોભ, રાગ, ગૃદ્ધિ, ઇચ્છા, મૂછ, સ્નેહ, કાંક્ષા, અભિવંગ, એ એકાર્યવાચી શબ્દો છે. તે આ લોભના તીવ્રાદિ ભાવો આશ્રિત દષ્ટાંતો છે. તે આ પ્રમાણે – લાક્ષારાગ સદશ, કઈમરાગ સદશ, કુસુમ્મરાગ સદશ, હરિદ્રારાગ સદશ ચાર પ્રકારના લોભ છે. અહીં પણ=લોભમાં પણ, ઉપસંહાર અને નિગમત ક્રોધના દાંતથી વ્યાખ્યાન કરાયા.