________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧૦
૨૭ ક્યારેય દૂર થતી નથી તેમ જે જીવોને કોઈના પ્રત્યે ઉત્પન્ન થયેલો દ્વેષ એટલો તીવ્ર હોય કે પોતે ઉચિત જ કર્યું છે તેવા દઢ વિપર્યાસથી યુક્ત હોવાને કારણે નિવર્તન પામે તેવો નથી, તે તીવ્ર ક્રોધ છે માટે અનંતાનુબંધી કષાય છે. આમ છતાં તેવા અનંતાનુબંધી કષાયવાળા જીવોમાંથી જે જીવો ઉપદેશ આદિ પામીને વિવેકયુક્ત થાય તેમનો ઠેષ પૂર્વમાં ભલે નિવર્તન ન પામે તેવો હતો, પરંતુ વિવેકપ્રાપ્તિને કારણે પ્રગટેલ સમ્યક્તાદિની પ્રાપ્તિથી નિવર્તન પામે છે.
અહીં તીવ્ર શબ્દથી ગુસ્સાની માત્રાનું ગ્રહણ નથી, પરંતુ પોતાને જે દ્વેષ થયો છે તે અનુચિત હોવા છતાં તેમાં ઉચિતતાની બુદ્ધિ છે અને અનુચિતતાની બુદ્ધિ નથી તે રૂપ તીવ્રતા છે.
તેથી તે જીવમાં વર્તતા ક્રોધને વશ તે જીવને જે બાહ્ય કૃત્ય કોઈકનાથી થયું છે તે અનુચિત છે તેવી બુદ્ધિ વર્તતી હોય છે; પરંતુ પોતે કષાય કરે છે, તે પોતાને માટે અનુચિત છે તેવી બુદ્ધિ નથી. આવો અલ્પમાત્રાવાળો કષાય પણ પરમાર્થથી તીવ્ર છે. આથી સૂક્ષ્મ પણ દ્વેષ, ક્રોધ આદિ ભાવો જીવમાં થાય છે તે જીવની વિહ્વળતા સ્વરૂપ છે; છતાં જીવને તે અનુચિત જણાતા નથી તે વિપર્યા છે, તેથી અનંતાનુબંધી છે. જે દ્વેષમાં ‘આ કેષ આત્માને વિહ્વળતા કરાવનાર છે, તેથી મારે કરવો ઉચિત નથી' એવી બુદ્ધિ છે તે દ્વેષ તીવ્ર નથી. આથી જ મિથ્યાત્વની મંદ અવસ્થામાં પણ જે કષાય પોતાના માટે અનુચિત છે તેવી બુદ્ધિ વર્તે છે તેટલા અંશમાં તે કષાય તીવ્ર નથી; આમ છતાં તે કષાય વિરતિના પરિણામ સાથે જોડાયેલો ન હોય તો અપ્રત્યાખ્યાનીયકષાયના ઉદય તુલ્ય મધ્યમ પણ હોઈ શકે. વળી મિથ્યાત્વ અવસ્થામાં પણ જે કષાય તીવ્ર નથી અને વિરતિની પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ હોવાને કારણે વિરતિના કંઈક પરિણામને સ્પર્શનારો છે, જેથી તપ પ્રત્યે રાગ, ત્યાગ પ્રત્યે રાગ વર્તતો હોય, અથવા પોતાનામાં વર્તતા પ્રમાદ પ્રત્યે દ્વેષ વર્તતો હોય, તો તે અંશથી તે કષાય વિમધ્યમ ભાવવાળો પણ હોઈ શકે. વળી મિથ્યાત્વ અવસ્થામાં જ સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા પ્રત્યેના પ્રયત્નવાળા સાધુમાં જે પ્રશસ્ત દ્વેષનો પરિણામ વર્તતો હોય, જેના કારણે પોતાની સ્થૂલ બુદ્ધિ અનુસાર સર્વ સાવદ્ય પ્રત્યે દ્વેષ કરે છે તે મંદભાવવાળો ક્રોધનો કષાય છે, એમ કહી શકાય.
આનાથી એ ફલિત થાય કે મિથ્યાત્વ અવસ્થામાં પણ જીવના ઉપયોગ અનુસાર તીવ્ર, મધ્યમ, વિમધ્યમ અને મંદભાવવાળો ક્રોધકષાય વર્તતો હોય છે. તેથી જે મિથ્યાદૃષ્ટિ જીવમાં ક્રોધકષાય પ્રત્યે અરુચિ નથી; પરંતુ તે કષાય તેને હિતનું સાધન દેખાય છે, તેવી તીવ્ર માત્રાથી મંદ કક્ષાનો પણ ગુસ્સો અનિવર્તિનીય હોવાથી તીવ્ર છે. વળી જે જીવને ભોગાદિ પ્રત્યે વૃત્તિ છે, વિરતિનો પરિણામ લેશ પણ નથી છતાં પોતાનો કષાય એ જીવની સુંદર અવસ્થા નથી તેવો બોધ છે તે વખતે વર્તતો કષાયનો ઉપયોગ માત્રાથી તીવ્ર હોય કે મંદ હોય તો પણ તે મધ્યમ કષાય કહી શકાય. વળી મિથ્યાત્વ અવસ્થામાં જ કોઈ જીવનો દુષ્કતની ગર્તા કરતી વખતે દુષ્કત પ્રત્યેનો દ્વેષ છે, જે દેશવિરતિની વિરાધનારૂપ અનુચિત આચારો પ્રત્યે છે તો તે દ્વેષ વિમધ્યમ કહી શકાય. વળી કોઈ મિથ્યાષ્ટિ જીવ જ અપુનબંધક અવસ્થામાં હોય, સાધુપણું ગ્રહણ કરેલ હોય અને સાધ્વાચાર પ્રત્યે અત્યંત રાગ હોવાથી સાધ્વાચાર પ્રત્યેની પોતાની અલના પ્રત્યે દ્વેષ વર્તતો હોય તો તે દ્વેષ મંદભાવવાળો છે; કેમ કે તે દ્વેષ કષાયોના ઉન્મેલનનું કારણ છે.