________________
૧૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૭, ૮ અવાંતરભેદો અનેક પડે છે. તે રીતે સર્વ જ્ઞાનોમાં યથાસંભવ અવાંતરભેદો છે. ફક્ત કેવલજ્ઞાનનો કોઈ અવાંતરભેદ નથી; કેમ કે કેવળજ્ઞાન પૂર્ણજ્ઞાન સ્વરૂપ છે. I૮/ળા અવતરણિકા -
સૂત્ર-પમાં આઠ કર્મો બતાવ્યાં, તેમાંથી જ્ઞાનાવરણના પાંચ ભેદોનું સ્વરૂપ બતાવ્યું. હવે દર્શનાવરણના નવ ભેદો બતાવે છે – સૂત્ર :
चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीयानि च ।।८/८॥ સૂત્રાર્થ -
ચક્ષુ, અચ, અવધિ અને કેવલનું આવરણ અને નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્યાનગૃદ્ધિથી વેદનીય એવાં કર્મો દર્શનાવરણ છે. II૮/૮ ભાષ્ય :
चक्षुर्दर्शनावरणं, अचक्षुर्दर्शनावरणं, अवधिदर्शनावरणं, केवलदर्शनावरणं, निद्रावेदनीयं निद्रानिद्रावेदनीयं, प्रचलावेदनीयं, प्रचलाप्रचलावेदनीयं, स्त्यानद्धिवेदनीयमिति दर्शनावरणं नवभेदं भवति T૮/૮ાા ભાષ્યાર્થ:
સુર્શનાવર ... ભવતિ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શતાવરણ, નિદ્રાવેદનીય, નિદ્રાનિદ્રાવેદનીય, પ્રચલાવેદનીય, પ્રચલાપ્રચલાવેદનીય, સ્વાદ્ધિવેદનીય એ પ્રકારે દર્શનાવરણના તવ ભેદો છે. I૮/૮ ભાવાર્થ:દર્શનાવરણીયકર્મની ઉત્તરકર્મપ્રકૃતિઓ:
જીવને પાંચ ઇન્દ્રિયો અને મનથી મતિજ્ઞાન થાય છે. તે મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થ દ્રવ્યસ્વરૂપ અને પર્યાયસ્વરૂપ છે. ઇન્દ્રિયનો વિષય સાથે સંબંધ થાય ત્યારે દ્રવ્યનો સામાન્યથી બોધ થાય છે, જે દર્શન સ્વરૂપ છે; ત્યારબાદ તે દ્રવ્યમાં રહેલા પર્યાયોનો બોધ થાય છે જે જ્ઞાન સ્વરૂપ છે. દર્શનના બોધને આવરણ કરનાર દર્શનાવરણકર્મ છે.
છબસ્થ જીવ ચક્ષુઇન્દ્રિયથી કોઈક પદાર્થને જોઈને જે મતિજ્ઞાન પ્રાપ્ત કરે છે તેના પૂર્વે ચક્ષુથી પદાર્થનો સામાન્ય બોધ કરે છે તે ચક્ષુદર્શન છે. તે ચક્ષુદર્શનને આવરણ કરનારું કર્મ ચક્ષુદર્શનાવરણ છે.