________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૮ | સૂત્ર-૮, ૯ મ્યાન જેવી વૃદ્ધિરૂપે વેદનીય એવું જે કર્મ તે સ્થાન દ્વિવેદનીય એવું દર્શનાવરણ છે. આ કર્મોદય હોતે છતે ઊંઘમાં ઊઠીને પોતે કાર્ય કરી આવે તે સંબંધી પોતાને તેવું સ્વપ્ન આવ્યું છે તેવો ભ્રમ થાય છે. આ નિદ્રામાં વૃદ્ધિ અત્યંત પિંડીભૂત થયેલી હોય છે, જેથી જીવ ગૃદ્ધિને વશ અકાર્ય કરે છે. અહીં સ્થાન શબ્દનો અર્થ સ્તિમિત ચિત્ત છે. ઊંઘમાં અધિક વિકસ્વર ચેતના નથી તે સ્થાન છે, તેના કારણે જે ગૃદ્ધિ પ્રગટ થાય છે, તે સ્વાનગૃદ્ધિ કહેવાય. તે રૂપે વેદનીય એવું કર્મ તે સ્વાનગૃદ્ધિવેદનીયકર્મ છે. સ્વાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ઉદયવાળા જીવમાંથી કેટલાક જીવોમાં વાસુદેવથી અર્ધ શક્તિ હોય છે. II૮/૮ અવતરણિકા :
હવે ક્રમ પ્રાપ્ત વેદનીયકર્મના ભેદો બતાવે છે – સૂત્ર -
સવસશે ૮/૧ સૂત્રાર્થ -
સદ્ અસદ્ વેધ એવું કર્મ વેદનીયકર્મ છે. II/II. ભાષ્ય :
सद्वेद्यमसद्वेद्यं च वेदनीयं द्विभेदं भवति ।।८/९।। ભાષ્યાર્થ :
સઘં ..... મવતિ સદ્ વેદ્ય અને અસદ્ વેધ એવું વેદનીય બે ભેદવાળું છે. I૮/૯ ભાવાર્થ :વેદનીયકર્મની ઉત્તરકર્મપ્રકૃતિઓઃ
જીવને અનુકૂળરૂપે વેદન થઈને શાતાનું વેદન કરાવે તે સર્વેદ્ય શાતાવેદનીયકર્મ, છે. જ્યાં સુધી ઘાતિકર્મો વિદ્યમાન છે ત્યાં સુધી શાતાવેદનીયનો ઉદય જીવને રતિના ઉદયનું કારણ બને છે. આથી શાતાવેદનીયકાળમાં રતિના પરિણામને કારણે અસમભાવનો પરિણામ વર્તે છે.
અશાતાવેદનીય એટલે જીવને પ્રતિકૂળરૂપે વેદનીય એવું કર્મ. મોહવાળા જીવોને અશાતાના ઉદયથી અરતિની ઉત્પત્તિ થાય છે. સંસારી જીવો શારીરિક પીડાદિમાં જે અશાતાનું વેદન કરે છે તે માત્ર અશાતારૂપ નથી પરંતુ અશાતા અને અરતિ ઉભય પરિણામથી યુક્ત એવું તે વેદન છે. આથી જ અશાતાકાળમાં અરતિથી જીવ અંતરંગ રીતે પણ અસ્વસ્થ હોય છે.
જે મહાત્માઓ શાતાકાળમાં કે અશાતાકાળમાં સમભાવના પરિણામવાળા છે તેઓને શાતા પ્રત્યે રાગ નથી અને અશાતા પ્રત્યે દ્વેષ નથી, પરંતુ અંતરંગ સ્વસ્થતારૂપ સમભાવ પ્રત્યે રાગ છે, તેથી અશાતાવેદનીયનો