________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૯, ૧૦ ઉદય અરતિથી મિશ્ર થયા વગર માત્ર શારીરિક પીડાનું જ વેદન કરાવે છે અને અંતરંગ રીતે સમભાવના પરિણામરૂપ સ્વસ્થતાનું વેદન છે.
વળી શાતાવેદનીયનો ઉદય પ્રવર્તતો હોય તે વખતે જીવને રતિ વર્તે છે, તે વખતે પ્રાયઃ અંતરંગ એવું સમભાવનું સુખ હોતું નથી, આમ છતાં જેઓ શાતાવેદનીયના ઉદયકાળમાં પણ જિનવચન અનુસાર ચિત્તને પ્રવર્તાવીને સમભાવમાં ઉદ્યમ કરે છે, તેઓને શાતાકાળમાં સમભાવનું સુખ છે. આવા જીવોને સમભાવમાં જ રતિ વર્તે છે; પરંતુ શાતામાં રતિ વર્તતી નથી. તેથી બહિરંગ રીતે શાતાનું સુખ છે અને અંતરંગ રીતે સમભાવનું સુખ છે. પ્રાયઃ કરીને જીવોને શાતાકાળમાં શાતાનો જ ઉપયોગ વર્તતો હોવાથી શાતામાં રતિ થવાની જ સંભાવના રહે છે. અર્થાત્ અંતરંગ રીતે આવા જીવો અસમભાવના પરિણામથી વિહ્વળ= અસ્વસ્થ હોય છે અને બહિરંગ રીતે શાતાના વેદનને કારણે અશાતાકૃત વિહ્વળતા નથી તેથી સ્વસ્થ દેખાય છે; પરંતુ શાતામાં વર્તતા રાગકૃત વિહ્વળ હોય છે અને જેઓનું સમભાવવાળું ચિત્ત છે તેઓને સમભાવનું સુખ છે અને શાતાના સુખથી તે સુખ અતિશયતાને પામે છે. II૮/લા અવતરણિકા :ક્રમ પ્રાપ્ત મોહનીયકર્મની પ્રકૃતિ બતાવે છે –
સૂત્ર :
दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोभाः हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनपुंसकवेदाः ।।८/१०।। સૂત્રાર્થ :
દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, તેમાં ચારિત્રમોહનીય કષાય અને નોકષાય નામના છે. ત્રણ ભેદ દર્શનમોહનીયના છે. બે ભેદ ચારિત્રમોહનીયના છે. તેમાંથી જે કષાયરૂપ ચાત્રિમોહનીયના ભેદ છે તે સોળ છે. નોકષાયરૂપ ચારિત્રમોહનીયના નવ ભેદ છે. અને દર્શનમોહનીયના સમ્યક્ત, મિથ્યાત્વ, અને તદુભયરૂપ ત્રણ ભેદ છે. કષાય અને નોકષાયરૂપ ચારિત્રમોહનીયના બે ભેદ છે તેમાં કષાયરૂપ ચારિત્રમોહનીયના ભેદો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના વિકલ્પો એક એકના ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, આથી ૧૬ ભેદો છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એમ નોકષાયના નવ ભેદો છે. ll૮/૧oll