________________
તત્ત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂગ-૭
ભાષ્ય :
तद्यथा -
ભાષ્યાર્થ :
તે આ પ્રમાણે=આઠ કર્મોના ઉત્તરભેદો સંખ્યાથી પૂર્વમાં જે બતાવ્યા તે આ પ્રમાણે છે – સૂત્ર -
मत्यादीनाम् ।।८/७॥ સૂત્રાર્થ:મત્યાદિ પાંચ જ્ઞાનોનાં આવરણોને આશ્રયીને જ્ઞાનાવરણીયકર્મ પાંચ પ્રકારનું છે. IIટાળા
ભાગ -
मत्यादीनां ज्ञानानामावरणं पञ्चविधम्-मतिज्ञानावरणं, श्रुतज्ञानावरणं, अवधिज्ञानावरणं, मनापर्यवज्ञानावरणं, केवलज्ञानावरणं । मत्यादीनां ज्ञानानामावरणानि पञ्च भवन्ति ।।८/७।। ભાષ્યાર્થ :
જ્ઞાનાવર ...તિ જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું છે. કેમ જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું છે? તેથી કહે છે –
મતિ આદિ જ્ઞાનોનું આવરણ પાંચ પ્રકારનું છે=મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવશાતાવરણ, કેવલજ્ઞાતાવરણરૂપે મતિ આદિના જ્ઞાનોનું આવરણ પાંચ પ્રકારનું છે.
II૮/કા
ભાવાર્થ :જ્ઞાનાવરણીયકર્મની ઉત્તરકર્મ કૃતિઓ:
આત્માનો જ્ઞાનગુણ છે, તે જ્ઞાનગુણને આવરનારાં કર્મોના અનેક ભેદ હોવા છતાં સ્કૂલ સંગ્રહથી તેના આવરણનો પાંચમાં સંગ્રહ કરેલ છે. ભાષ્યકારશ્રી કહે છે કે જ્ઞાનનું આવરણ પાંચ પ્રકારનું છે.
કેમ પાંચ પ્રકારનું છે ? તેમાં યુક્તિ બતાવે છે – સંસારી જીવોમાં મતિ આદિ પાંચ જ્ઞાનોની પ્રાપ્તિ છે, તેનાં આવરણો પાંચ છે; માટે જ્ઞાનાવરણીય પાંચ પ્રકારનું છે. વળી તે મતિ આદિ પાંચ જ્ઞાનોના આવરણના એક એકને આશ્રયીને વિકલ્પો છે. તેથી મતિજ્ઞાનના