________________
૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સુત્ર-૫
ભાષ્ય :
आद्य इति सूत्रक्रमप्रामाण्यात् प्रकृतिबन्धमाह । सोऽष्टविधः, तद्यथा – ज्ञानावरणं, दर्शनावरणं, वेदनीयं, मोहनीयं, आयुष्कं, नाम, गोत्रम्, अन्तरायमिति ।।८/५॥ ભાષ્યાર્થ -
ગઈ .... અત્તરારિ II આવે, એ સૂત્રક્રમના પ્રામાણ્યથી સૂત્ર-૪ના ક્રમના પ્રામાયથી પ્રકૃતિબંધને કહે છે=આદ્ય શબ્દ પ્રકૃતિબંધને બતાવે છે. તે=પ્રકૃતિબંધ, ૮ પ્રકારનો છે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય.
ત્તિ' શબ્દ આઠ કર્મના ભેદની સમાપ્તિ માટે છે. I૮/પા ભાવાર્થ
દરેક કર્મો જીવને વેદના થાય છે, તેથી વેદનીય છે છતાં શાતા-અશાતારૂપે જેનું વેદના થાય તેનાથી અન્યરૂપે જેનું વેદના થાય છે, તેને અન્ય નામથી બતાવેલ છે. જેથી તે કર્મના નામથી તે કર્મનું કાર્ય શું છે? તેનો બોધ થાય. (૧) જ્ઞાનાવરણીયકર્મ :
જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણ છે. તે કર્મ જ્યારે વિપાકમાં આવે છે ત્યારે તેની શક્તિ અનુસાર જીવના જ્ઞાનનું આવરણ કરવામાં તે કર્મ નિમિત્તકારણ બને છે. જીવ પરાક્રમ કરે તો તે જ્ઞાનના આવરણ કરનાર કર્મની શક્તિનું વિષ્ક્રમણ કરીને પોતાના પ્રયત્નને અનુરૂપ ક્ષયોપશમભાવને પ્રાપ્ત કરે
(૨) દર્શનાવરણીયકર્મ -
પ્રાથમિક ભૂમિકાના બોધને આવરણ કરનાર કર્મ દર્શનાવરણીયકર્મ છે. (૩) વેદનીચકર્મ -
જીવને શરીરજન્ય શાતા કે અશાતારૂપે વેદન કરનાર કર્મ વેદનીયકર્મ છે. (૪) મોહનીયકર્મ :
વળી જીવને મોહ ઉત્પન્ન કરનાર કર્મ મોહનીય કર્મ છે. તેમાંથી દર્શનમોહનીયકર્મ પદાર્થના દર્શનમાં મોહ ઉત્પન્ન કરે છે, તેથી પદાર્થનો વિપરીત બોધ થાય છે. જ્યારે ચારિત્રમોહનીયકર્મ જીવને પોતાના સ્વભાવમાં ચરણની ક્રિયામાં વિપરીતતા પેદા કરાવે છે અર્થાત્ ચારિત્રમોહનીય કર્મ આચરણામાં મોહ પેદા કરાવે છે. આથી જ અનંતાનુબંધી આદિ ૧૦ કષાયો આત્માને પોતાના સમભાવથી વિપરીત અસમભાવમાં જ પ્રવર્તાવીને આત્માની આચરણાની વિકૃતિ કરે છે. માટે મોહને કરાવનાર મોહનીય કર્મ છે.