________________
૧૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮| સૂત્ર-૩, ૪ ભાષ્યાર્થ
સ ... મવતિ છે તે આ જીવ દ્વારા જે કર્મયોગ્ય પગલો ગ્રહણ થયા તે આ, કર્મશરીરના પુગલોના ગ્રહણ કૃત બંધ થાય છે. li૮/ ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે કષાયવાળો જીવ આઠ વર્ગણામાંથી કાશ્મણવર્ગણારૂપ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા તે પુદ્ગલો કષાયના પરિણામના કારણે જીવ સાથે એકમેક ભાવરૂપે સંશ્લેષવાળા બને છે. જીવ સાથે એકમેકભાવરૂપે સંશ્લેષ પરિણામને પામેલા તે કર્મપુદ્ગલો જીવ સાથે બદ્ધ કહેવાય છે અને તે બંધાયેલા પુદ્ગલોનો જીવ સાથે બંધ છે તેમ કહેવાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે બંધ પૂર્વે તે પુગલો કાર્મણવર્ગણારૂપે હતા. જીવ સાથે કથંચિત એકત્વભાવરૂપ બંધપરિણામને પામેલા ન હતા. જીવના વ્યાપારને કારણે આત્મપ્રદેશો સાથે કષાયના પરિણામને અનુરૂપ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મરૂપે પરિણામ પામીને તે કાર્મણવર્ગણાના પુદ્ગલો કથંચિત્ જીવપ્રદેશ સાથે એકત્વભાવને પામેલા બને છે તે બંધ છે. I૮/૩ ભાષ્ય :
स पुनश्चतुर्विधः - ભાષ્યાર્થ:
વળી તે બંધ ચાર પ્રકારનો છે=કષાયના કારણે જીવ સાથે બંધાયેલાં તે કમોં ચાર પ્રકારની અવસ્થાવાળાં છે તેથી બંધ ચાર પ્રકારનો છે. સૂત્રઃ
प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः ।।८/४।। સ્વાર્થ -
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ તેના પ્રકારો છે=બંધના ભેદો છે. llc/૪ ભાષ્ય :
प्रकृतिबन्धः, स्थितिबन्धः, अनुभावबन्धः, प्रदेशबन्ध इति ।।८/४॥ ભાષ્યાર્થ:
પ્રવૃત્તિવાન્ય ..... પ્તિ . પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ. “જિ' શબ્દ બંધના ભેદની સમાપ્તિ માટે છે. II૮/૪