________________
તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮સુત્ર-૪, ૫
ભાવાર્થ :
જીવ પોતાના કષાયના પરિણામરૂપ અધ્યવસાયથી કર્મના પુદ્ગલોને આત્મપ્રદેશો સાથે કથંચિત્ એકત્વભાવને કરે છે, તે બંધાયેલા પુગલોના ચાર પ્રકાર છે – (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાવબંધ અને (૪) પ્રદેશબંધ.
પ્રકૃતિબંધ:- જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિરૂપે બંધ અર્થાત્ જ્ઞાનને આવરે તે પ્રકારની બંધાયેલા કર્મની જે પ્રકૃતિ તે જ્ઞાનાવરણીય ઇત્યાદિરૂપ પ્રકૃતિબંધ.
સ્થિતિબંધ - વળી બંધાયેલું તે કર્મ જેટલા કાળ સુધી આત્મા સાથે અવસ્થિત રહેવાની શક્તિવાળું હોય તે રૂપ સ્થિતિબંધ.
અનુભાવબંધ:- તે કર્મબંધનો જે અનુભાવ=વિપાક=ફલ, તેને અનુરૂપ જે બંધ તે અનુભાવબંધ છે= રસબંધ છે.
પ્રદેશબંધ - બંધાયેલા કર્મદલિકોનો જથ્થો તે પ્રદેશબંધ છે.
બંધાયેલાં કર્મો કોઈક પ્રકૃતિરૂપે હોય છે અર્થાત્ જે કાર્ય કરવાના સ્વભાવવાળાં હોય તે પ્રકૃતિબંધ છે. બંધાયેલાં એવાં તે કર્મો આત્મા સાથે જે કાળની મર્યાદાથી રહેવાના સ્વભાવવાળાં હોય છે તે સ્થિતિબંધ છે. બંધાયેલાં એવાં તે કર્મોમાં ફળ આપવાની શક્તિની જે તરતમતા હોય છે, તે અનુભાવબંધ છે. આથી જ સમાન પણ જથ્થાવાળા જ્ઞાનાવરણીયકર્મના પુદ્ગલોમાં જેનો અનુભાવ તીવ્ર હોય તેના ઉદયથી જીવમાં વધુ જડતા આવે છે અને બંધાયેલા જે જ્ઞાનાવરણીયકર્મનો અનુભાવ અલ્પ હોય તેના ઉદયથી જીવમાં અલ્પ જડતા આવે છે. બંધાયેલાં તે કર્મો એક બે પ્રદેશાત્મક નથી, પરંતુ ઘણી કાર્મણવર્ગણાના જથ્થા સ્વરૂપ છે; આ જથ્થાની મર્યાદાને બતાવનાર પ્રદેશબંધ છે. II૮/૪
ભાષ્ય :
તંત્ર -
ભાષ્યાર્થ
ત્યાં=ચાર પ્રકારના બંધમાં – સૂત્ર :
आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायाः ।।८/५।। સૂત્રાર્થ :
આધ=પ્રકૃતિબંધ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે. II૮/ull