________________
સતી શિરામણ ચંદનબાળા ત્યારે તો આજે જ નોકરીમાંથી રૂખસદ અપાવી દઉં. આવા જાહેર સ્થાનમાં હલકી વૃતિવાળા માનવીઓ ન જ રાખી શકાય. .
એ સાંભળતાં જ માળીને ભાઈ દોડી આવી, જયંતીબેનને પગમાં પડે અને કરગરી કહેવા લાગ્યું.
કુંવરીબા, મારી ભૂલ માફ કરે. રાજવી રજા દેશે તો અમારું આવી બનશે. રોટલો અને ઓટલો બને જશે. મારા વાંકે મારા બાઈનું કુટુંબ રઝળતું થઈ જશે. મારે ગુનો માફ કરે. આશાપૂરક જક્ષને સામે રાખી શપથ લઉં છું કે, “હવેથી આવું હીણું કામ નહીં
કરૂ. ”
ત્યાંથી પાછા ફરી વિરામાસન પર બેસતાં જ જયંતીબેને પેલી અબળાને પ્રશ્ન કર્યો.
યક્ષપૂજનન સમય તે સામાન્ય રીતે સવાર કે સાંજનો હેય છે. તમે આ ઉતરતા મધ્યાન્હ કયાંથી આવી ચઢયા? સાથે કેાઈને લાવ્યા પણ નથી !
કુંવરીબા, તમે મારા રક્ષણહાર. તમારા આગળ પાપ છૂટી વાત કરૂં. પરણ્યા છ વરસ થવાં આવ્યાં છતાં દહાડે ન ચઢો. એ વિષય મારી સાસરીમાં ચિંતાન બન્યો. ધણીને બીજી કરવાની ખૂણે ખાંચરેથી સલાહ મળવા લાગી.દરમિઆન જોષીને ભેટો થયો. એણે સલાહ આપી કે એકાદશીની મધ્યાન પછી પૂજાપો લઈ આશાપૂરક યક્ષની પૂજા કરી, “સંતાન મુખ દેખાડે” એવી માગણી કરવી. એવી રીતે પ્રત્યેક માસે શુકલ એકાસીકુલ અગીઆર આરાધવી-જરૂર આશા ફળશે. અને સંતાન પ્રાપ્તિની આશાથી મૂઢ બનેલી મેં આ સમય સાધ્યો. પણ આવ્યું વિધન; પેલો બેલ્યો હતો પણ તે સંતાન આપે ત્યારે ખરા, પણ લે હું હવે આપું. હારી આશા પૂરૂં. મારી એકતની
પ્રાર્થના એણે સાંભળી લાગે છે. તેથી જ ફેસલાકી એ મને લઈ ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com