________________
શ્રમણ જીવવની સુવાસ
૨૧૧ છે તે પણ માત્ર ગોચરી અર્થે જ. કોઈ પર્વ દિન હોય છે તે ગામમાંથી થોડા નર નારીઓ આ ટેકરી પર ચઢે છે. સાધુ સાધ્વીના વંદન અને ઉપદેશ પછી થોડી ઘડીઓમાં પાછા ફરે છે. પોતે અહીં આવી ચડ્યો ત્યારે બેભાન સ્થિતિમાં હોવાથી કેણ લાવ્યું તેનો ખ્યાલ ન હતે. એમાં ગડ ગુંબડે શરીર પર ટી નિકળવાથી અને સંધિવા થવાથી તરતજ પથારી વશ થયો. લગભગ આ એકાંત અને નિર્જન સ્થાનમાં મરણ પથારીએ જ પડયો હતો. અચાનક એક સાધ્વી મૈયાની નજરે ચઢયો. તેઓ જ મારા સરખા દુખિયાના બેલી બન્યા. તેમણેજ ગામમાં જઈ મારી શુશ્રષા થાય તે પ્રબંધ કરાવ્યો. પાટાપીંડી ઔષધ પણ તેમના કહેવાથી એક વૈદ આવી કરી જતાં. શરીરની સાફસુફી તેમજ જરૂરી ખાન પાન સાચવનાર માનવીઓ પણ તેમની જ પ્રેરણાથી અહીં આવી રહ્યા હતા. મારો જીવન દીપ બૂઝાતે બચ્યો હોય તે એ સાધ્વી મૈયાની ચાંપતી દેખરેખ, આશ્વાસન અને પરેપકારી વૃત્તિને આભારી છે. હું હરતો ફરતો થયો અને મારું સંભાળી લેવાની શકિત મારામાં આવી ત્યારે ખાસ મારા આગ્રહથીજ સંભાળમાં રહેલા પેલા માનવો, પરમ દિને સાંજે લગભગ અઢી મહિને પિતાના ઘર ભેગા થયા. હજુ કાલે મધ્યાન્હ પછી પાછા ફરતાં એ ભગવતીને મેં વાત કરી કે –
માતાજી! તમેએ તે મને નવું જીવન આપ્યું છે. તમારે જેટલો ઉપકાર માનું એટલે ઓછો છે. મને એક વાર આપના ગુરુદેવનાં દર્શન કરાવો. ટેકરી ચઢવા જેટલી શક્તિ હવે મારામાં આવી છે. તમે જાતે જ અન્નપૂર્ણ કામ ધેનુ, પવિત્રતાના સાક્ષાત પંજસમા ભગવતી છે. આપના સરખા ગુરૂણી અહર્નિશ જેમનો ઉપદેશ સાંભળવા જાય છે એ ગુર જેવાતેવા નજ હેય. એક વાર એ વિભૂતિનાં ‘દર્શન થાય તો માનવ ફેરે સફળ થાય. ઈદગીમાં મને એ એકજ ,
આશા રહી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com