________________
૨૫૬
સતી શિરામણ ચંદનબાળા એક માનવી વનખંડની દિશા તરફ જોઈ રહ્યા હતા. ત્યાં તો ધ્યાનસ્થ મુનિને ઉપાડી લાવનાર માણસો આવી ગયા. ઝટપટ ચિતામાં મુનિને પધરાવ્યા, અને પંડિતાને આદેશ મળતાંજ આગ સળગાવી. દેવામાં આવી.
આત્મા અને દેહને ભિન્ન માનનાર, આત્માની અમરતામાં દઢ. શ્રદ્ધાવંત આ મુનિ તે ઉપસર્ગો સહન કરી મુક્ત બનવા જાણી બુઝીને નીકળ્યા હતા. એ ધ્યાનમાં નિશ્ચળ રહ્યા. થોડા કાળમાંજ કાયા. બળીને ભસ્મ થઈ ગઈ.
નિર્ભય બન્યાને આનંદ માણતી, ચિતા પ્રતિ રાતી આંખે જોઈ રહેલી રમણીઓ જયાં કેચમાનને હાક મારે છે, ત્યાં તે નાયકનાં તેમની ચક્ષુ સામેજ પગલાં થયાં. ચિતા તરફ નજર પડતાં જ તે કંપી. ઊો અને ત્રાડ પાડી બોલી ઊઠે.
ધિક્કાર છે મારી જાતને! ત્યાનત છે તમારા પથ્થર જેવા જડ. હૃદયને ! પાપિણુઓ! તમે રમણીના અવતારમાં સાક્ષાત ડાકિનીઓ. છે ! રામજણીઓ – વસ્યાઓ – પણ તમારા કરતાં ચઢે. તો તે સ્નેહ કરનારને પણ ગળી જનારી લેહી તરસી ચંડિકાઓ છો. નિર્દોષ એવા મુનિના ઘાતમાં હાથ બોળતાં પણ તમે ડરી નહીં ? તમેને. ભવને ભય નથી ? કર્મને પણ ભય નથી ? પાપ હડકાયું છે, એ છાપરે ચઢીને બેલ્યા વિના રહેવાનું નથી.
પોતે જેને ઝાડીમાં ફેંક હતો અને જેની લક્ષ્મીના જોર પર. વર્તમાનની સંપત્તિ ખડી કરી હતી, એને એકાએક ચક્ષુ સામે જોતાં જ અભયા તો આભી બની ગઈ ! એનું અંતર કેટલાક સમયથી ડંખતું હતું. એ આવા ઉધામાથી કંટાળી ગઈ હતી, છતાં સખીને કહી શકતી. નહોતી; કેમકે એજ એક આધાર રૂપ હતી. પણ નાયકની ધગધગતા.
અંગારા જેવી વાણી સાંભળી પોતાના કુકૃત્ય સ્પષ્ટ સ્વરૂપમાં જોતાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com