________________
ખમત ખામણાનું મહત્ત્વ અવરોધતો ચંદનબાળાને હાથ, સર્પદંશનો ભોગ ન બને એ સારૂ મૃગાવતી સાધ્વીએ હાથ ઉપાડી સંથારામાં મૂક્યો ત્યાં તો ગુરૂણીજી જાગી ગયા. સહજ પ્રશ્ન કર્યો. કેણ મૃગાવતી ! હજુ તું શું કરે છે?
મહારાજ ! મેં જ આપના હાથને સર્પદંશથી બચાવવા સારૂ ‘ઉપાડી સંથારામાં રાખે. આપ સુખે નિદ્રા કરે.
અરે ! આવા અંધારામાં એ સર્પ હારી નજરે કેવી રીતે ચઢયો?
ગુરૂણી મહારાજ ! આપના પ્રતાપે પ્રાપ્ત થયેલ જ્ઞાનથી મેં જાણ્યું. ઓહો ! એ જ્ઞાન કેવું? પ્રતિપાતી કે અપ્રતિપાતી ? મહારાજ ! અપ્રતિપાતી.*
આ સાંભળતાં જ સંથારામાં ચંદનબાળા સાધ્વી બેઠા થયા અને પિતાને ઉદેશી સ્વતઃ બેલી ઊઠ્યા.
અરરર ! કેવલજ્ઞાનીની મેં આશાતના કરી.
કેવલજ્ઞાની મહારાજ! મારા એ અપરાધની ક્ષમા આપે. મેં ઉતાવળ કરી, ગુરૂપણના જોરે, તમને જે કટુવેણે કહ્યાં તે માટે હું ખમાવું છું. એમ બોલતા ચંદના સાધ્વી પણ આત્મશોધનમાં એક તાર બન્યા. એમને પણ અનિત્યાદિ બાર ભાવનાનો ચિંતવન રૂપ સબળ સાથ મળે અને જોતજોતામાં તેઓ કેવલ પામ્યા.
સંસારી નજરે માસી-ભાણેજ, અરે! રાણી અને રાજકુમારી ! પણ શ્રમણ સંધના બંધારણ અનુસાર તે–શિષ્યા અને ગુરૂણીપરસ્પરના દેષ ન જોતાં કેવળ ગુણગ્રાહી દૃષ્ટિના જેરે અપૂર્વ
* જે પ્રાપ્ત થયા પછી ફરીને પડી જતું નથી તે એ કેવલ્યાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com