Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co

View full book text
Previous | Next

Page 271
________________ ૨૬૨ સતી શિરોમણું ચંદનબાળા આત્મા સામે ઈચ્છિત પૂરણ ન થતાં જબરું બૈર દાખવ્યું. જો કે એમાં એષ્ટિનો આત્મા તે કુંદનસમ શુદ્ધ તરિકે દીપી નીકળી પ્રગતિ સાધત ઓછા કાળમાં કામ સાધી ગયો. અંતગડ કેવલી બની આજે તે ચૌદરાજ લોકના અંતે બિરાજે છે. ત્યાં તો, સભાના છેડે ઊભેલ એક શ્યામવર્ણ ચહેરાના આદમીએ, હાથ જોડી કહ્યું કે– પ્રભુ ! મારી પણું એક શંકાનું સમાધાન કરે, એમ કહી એ બોલ્યો ભગવંતે પણ એનો ઉત્તર બે જ અક્ષરમાં આપ્યો. એ સાંભળી પેલો આદમી તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. સભાજનોને આથી જબરું આશ્ચર્ય ઉપન્યું. થોડા અક્ષરેની લેવડદેવડમાં પૂછનારા તો સંતોષ પામી ગયા પણ પ્રાકૃત એવો જનસમૂહ એ યાંથી સમજી શકે ! પ્રભુશ્રી મહાવીરદેવે એ સમજાવતાં કહ્યું કે – ભવ્યજનો ! એ આદમી પાંચસો ચોરની પલ્લીને સ્વામી હતા. તેઓના ઘર સંસારમાં માત્ર એક જ સ્ત્રી હતી. બધાની મરજી તે. એકલી જ સાચવતી. એક વાર ધાડમાં તેમના હાથે બીજી એક નારી. સપડાઈ. પલ્લીના માલીકે તેણુને પ્રથમ સ્ત્રીની સહાયમાં સ્થાપન કરી. આ રીતે પહેલી સ્ત્રીના લાભની નજરે કરાયેલ કાર્ય તેણુને ન ગમ્યું. પોતાના અધિકારમાં–એક છત્રીરાજમાં આ ભાગીદાર તેણુને ખૂંચી. એક વાર લાગ જોઈ કૂવા કાંઠે કપડાં જોતી પેલી બાઈને પ્રથમની સ્ત્રીએ કૂવોમાં હડસેલી મૂકી પિતાના માર્ગને કંટક દૂર કર્યો. આ વાતની ખબર પડતાં જ પલપતિને પોતાના પૂર્વ જીવનમાં એક બનાવ યાદ આવ્યો. પોતે બાળપણમાં શેઠની બાલિકાને રમાડતાં એના લાંગ પર આંગળી ફેરવતા ત્યારે જ તે છાની રહેતી. પછી પોતે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292