Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૮ સતી શિરોમણું ચંદનબાળા વર્ધમાન સાધુ તે પારણું કરી અન્યત્ર વિહાર કરી ગયા. ગોશાલક પાછળ શોધ કરતે જ્યાં એ ધ્યાનસ્થ દશામાં ઊભા હતા ત્યાં આવી પહોંચ્યા અને હું તમારે શિષ્ય થઉં છું' એમ કહી તેમની સમીપ માથું મુંડાવી સાધુ બની રહેવા લાગ્યો. મધ્યાન્હ થતાં પ્રભુ પારણું દિને ગયા હતા એ રીતે ગોચરી લેવા જવા લાગ્યો. લોકો પણ ઊંડા ઉતર્યા વિના જ્ઞાતપુત્રને સેવક છે એમ જાણી તેને આહાર આપવા લાગ્યા. “ પ્રાણ જાય પણ પ્રકૃત્તિ ન જાય ” એ કહેતી અનુસાર ભાઈશ્રી પાંચ તપસ્વી સંતની સાથે પણ સખણ ને રહ્યા. જાત જાતના આ ચાળા કરવા લાગ્યા. એક પ્રસંગે વિશાયન ઋષિ જેઓ આતાપનો લઈ રહ્યા હતા તેમની મશ્કરી કરી. ઋષિએ ગુસ્સે થઈ બાળી નાંખવા સારૂ ગોશાલક ઉપર “તેજોલેસ્યા” મૂકી. દયાથી પ્રેરાઈ જ્ઞાતપુત્રે એ સામે “શીતલેશ્યાકી , આ શિષ્યાભાસને મરતો બચાવ્યા. એ સ્થાન છોડી આગળ ગયા પછી ભગવંતને વિનવણી કરતા ગોશાલાએ આવી અજબ શક્તિ યાને લેસ્યા” કેવી રીતે સાધી શકાય એ પ્રશ્ન પૂછ. મનઃ પર્યવ જ્ઞાની એવા સિદ્ધાર્થનંદને ભાવ ઉપસર જાણ્યા છતાં, આ શક્તિ સાધવાનો લેપાય બતાવ્યો. હણહાર મિયા નથી થતું એ આ પ્રસંગ પરથી સમજાય છે. થોડા સમય પછી ગશાલક પ્રભુથી છૂટો પડયો. બતાવેલા માર્ગે જેલેસ્યા સાધી અને એ ઉપરાંત અષ્ટાંગ નિમિત્તોનું જ્ઞાન મેળવ્યું. ભૂત-ભવિષ્ય અને વર્તન માનના કકડા, એ જ્ઞાનબળે ઊકેલવાનું આરંભ્ય, એ રીતે આજીવિક મતની સ્થાપના કરી. કાન્તાલીય ન્યાયે કેટલુંક ખરું પડવા લાગ્યું એટલે ગોશાલકની ખ્યાતિ વિસ્તરવા માંડી. દુનિયા દેરંગી છે' એ સાચું છે. એ પણ એટલું જ સાચું છે કે તે ગાડરીયા પ્રવાહરૂપ છે.” પરમાર્થ વિચાર્યા વિના મોટે ભાગે ઝૂકી પડે છે અને એકાદે ચમત્કાર જોતાં કિવા પિતાનો સ્વાર્થ સંધાતા એ સામાન્ય વ્યક્તિને ખુદ ઈશ્વર માની બેસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292