________________
હૃદય પલ્ટા એજ જીવન પા
૨૬૧
એમાં મારી હાજરીની ખાસ અગત્ય છે. સાધ્વીઓને ખબર આપતાં, માત્ર નંદા સાધ્વીજ નહીં, અન્ય સાધ્વી પણ આશ્ચર્યાન્વિત થઇ. ભગવાન્ મહાવીર ત્યાં પધાર્યાં હતા. ગુરૂણીની હાજરી વિના પણ સામાન્ય સાધ્વીદ્રારા દીક્ષાએ દેવાતી, એ સૌ ચંદનબાળાના પરિવારમાં ગણાતી; દર વખતે ગુરૂણીજી હાજર હેાય એમ બનતું નહીં, અને એવી અગત્ય પણ ન લેખાય. એટલે જ અજાયેખી ઉપજે એ સડજ હતું.
કષ્ટ મહત્વનું કારણ એ પાછળ હાવુ જોઇએ એ અનુમાન સાલ્વી નંદાએ માંધ્યું અને ગુરૂણીજીએ પારના એક પત્ર રાણી મૃગાવતી પર લખી દૂતને સોંપ્યા અને બનતી ઉતાવળે કૌશામ્બી પહોંચવા જણાવ્યું. તે વાતથી પુષ્ટિ પણ મળી. આ રીતે પત્ર મેાકલવાને ગુરૂણીજીના જીવનમાં પ્રથમ પ્રસંગ હતા. સામાન્ય રીતે જતાં આવતાં ભક્ત ગણુ જોડે મૌખિક કિવા લેખિત સુખશાતા પૂછાવવી કે ધ લાભ રૂપ અદ્વિતીય આશિર્વાદ પાઠવવા એ એક વાત અને ખાસ દંત મેાકલી પત્ર પાઠવવા એ ખોજી વાત–ઉભય વચ્ચે મહદ્ અંતર છે.
ચંદનબાળા સાધ્વી, ઝડપી વિહાર કરી કૌશામ્બીમાં આવી પહોંચ્યા. એક દિન પર્યંદામાં ભગવંત મધુર વાણીમાં ઇંદ્રિયાના કારમા વિલાસા પર અને એના વિપાાનો ભયંકરતા પર વિવેચન કરી રહ્યા છે. એમાં આવ્યું કે વડ દિવસે જોઈ શકતુ નથી, કાગડા રાત્રે જોઇ શકતે નથી, પણ કામી જન તે। એ પક્ષીઓથી પણ અધમ કાર્ટએ છે કે જે દિવસે અને રાતે જોઇ શકતા નથી.
!
એ શ્રવણ કરી સાધ્વી ચંદનાએ વિનયપૂર્વક પૂછ્યું કેઃ— ભગવંત ! પાટલીપુત્રમાં મુનિવય સુદર્શનના નિર્વાણુ સ્થળે સ્તૂપ ઊભા કરવા માટે ધન ખર્ચનાર એ જ્ઞાત રમણીયુગલ એ જ કક્ષામાં આવે ને ! પૂર્વે ઉપસ કરનાર પણ તેજ ને ?
હા, મંચરા કૈસીની જોડી માફક પડતા-અભયાએ સુદર્શનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com