________________
દય પડ્યો એ જ જીવન પલટો
૨૫૫
જનારા માટે ભેમિયાની ગરજ સારતા. ઝાઝી અવર જવર પણ હવે નહોતી રહી.
ઇસિત કાર્યની સિદ્ધિ અર્થે જ્યાં આવાસ આગળ આવી પગથિયાં ચઢવા માંડે, ત્યાં તે દરવાજે ઊઘડ્યો અને પેલું રમણ યુગલ ભુરખા એઢી બહાર આવ્યું. રસ્તા પર ઊભેલી ઘોડાગાડીને દરવાજે પહેરેગીરે ખેલ્યો હતો એટલે તુરતજ અંદરની બેઠકમાં બેસી જઈ પહેરેગીરને આવાસ સાચવવાની ભલામણ કરી. તરતજ ગાડી હંકાવી મેલી!
આ બધું એટલી ઝડપથી બની ગયું કે નાયક કિંકર્તવ્યમુદ્ર બની ગયો ! પ્રથમ તો આ શી ધમાલ છે અથવા તો આટલી મોડી રાતે આ લલનાઓ ક્યાં જાય છે એની કંઇજ સમજ ન પડી. ગાડી જે દિશા તરફ દોડી ગઈ હતી એ તરફ દૃષ્ટિ ફેંકતાં જ સવારને બનાવ તાજો થયો. તરતજ અંકડા સંધાવા લાગ્યા.
એ તે વનખંડને માર્ગ, સુદર્શન સાધુની વસતી એ તરફ. ઝરૂખામાં મધ્યાન્હ આ નારીઓનાં નેત્રો પણ એજ દિશામાં દોરાયેલાં; જરૂર દાળમાં કાળું છે !
નાયક પણ હવે એ દિશામાં આગળ વધ્યો. પગલાંની ઝડપ વધારી. અશ્વ ગાડીને પકડી પાડવા પ્રયત્ન કર્યો, પણ તેજી તુખારની ગતિને, માંડ મંદવાડમાંથી ઉઠવા પામેલો તે પહોંચી જ શકયો !
ભગવંત વચન મિથ્યા ન થયું. નિષ્ફર હૃદયની આ કામિનીઓ વનખંડની વસતીથી થોડા અંતરે આવેલા એકાંત સ્થળમાં આવી પહોંચી ત્યારે ત્યાં કેવલ અંધકારનું સામ્રાજ્ય પથરાયું હતું. દૂર શિયાળવાના અવાજ અને આકાશમાં કઈ પાંખો ફફડાવી ઉડતાં પક્ષીઓના સાદ સિવાય સર્વત્ર નિરવતા હતી. એક તરફ વેદિકા
જેવું બનાવી લાકડાં ગોઠવી ચિતા તૈયાર કરી હતી. છુપા પોશાકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com