________________
૨૫૪
સતી શિરોમણિ ચંદનબાળા થી આદિ પદાર્થો એ સ્થાનની સમીપમાં છૂપી રીતે ગોઠવી પણ દીધા અને પોતાની યોજના કેવી સચોટ છે એ બતાવવા સારૂ સત્વર પાછી ફરી, રાણી અભયારે તે સ્થાન તરફ લઈ ગઈ. મહેલના ઉપરના કમરા નાયકે બંધ જોયા હતા એનું કારણ પણ તેજ હતું.
‘लिखितमपि ललाटे प्रोञ्छितुम् का समर्थः'
એ વચન કાશાળી છે. મુનિ સુદર્શન બપોરની ગોચરી પછી - અધ્યયન કાર્યમાં થોડી ઘટિકાઓ વ્યતીત કરી, સંધ્યા આવશ્યકથી પરવારી, વનખંડના એકાંત પ્રદેશમાં ધ્યાન મગ્ન થવા સારૂ કાયોત્સર્ગમાં ઊભા. સંચાર કરતાં પૂર્વે સ્મરણ કરવાની ગાથાઓ દૈનિક ક્રમ અનુસાર ભણ્યા. પછીજ ધ્યાનમાં લીન થયા હતા, છતાં આવતી કાલે પ્રાતઃકાળ પોતે જોવા નથી પામવાના એ ખ્યાલ સરખો પણ આવ્યા - ન હોતે. છવ્રરથ આત્મા, વિધાતાના કરતૂક-કર્મરાજના પ્રપંચ કયાંથી અવધારી શકે!
શહેરમાં ફરવા નીકળેલા નાયકના હદયમાં ધારણ હતી કે રાત્રે નિરાંતથી રમણીયુગલને મળી, ભૂતકાળ ભૂલી જઈ, આ પાપી જીવનમાં છેલ્લી ઘડીયે સુવાસ પમરાવવા-પરભવ સુધારવા-કાર્યશીલ બનવા સારુ તેમને સમજાવી, સવારના સુદર્શન મુનિના વંદન અર્થે સાથે જવું અને નિયમ લે.
પણ સુઘાટિતાનિ ના કુત્તે' સ્વભાવ વિધાતાએ જુદો જ ભાગ ભજવ્યો. “તૂટયા મારા તંબુરાના તાર, ભજન અધૂરાં રહી ગયાં' જેવો ઘાટ થયો !
નાયકને શહેરમાંથી પાછા ફરતાં વધુ વિલંબ થયો. નગર બહારના આ પ્રદેશમાં લગભગ મોટા ભાગનાં મકાનો બંધ થઈ ચૂક્યાં હતાં. કઈ કઈ આવાસના બીજા ત્રીજા મજલાના એકાદ એરડામાંથી -રસ્તા પર પડતો પ્રકાશ, અને ઠીક ઠીક અંતરે બળતા દીપકે, માર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com