________________
૨૫૨
સતી શિરોમણી ચંદનબાળા મહેનત ફળી. પીઠ પાછળ ઘા કરી જનારી એ રમણુઓનો પત્તો લાગ્યો ખરે.'
લલના યુગલની હાસ્યભરી ચેષ્ટા ઉપરથી એણે અનુમાન કર્યું કે વનખંડ તરફથી જનાર સાધુ સાથે આ નારીઓને જરૂર કંઈ નેહ બંધન છે. પવિત્ર લેબાશ હેઠળનો છૂપો અનાચાર ચાલતો હોય તે એ ઉઘાડો પાડવો જોઈએ કે જેથી આમ જનસમૂહ ઢેગીઓના હાથમાં - ફસાય નહીં. તરતજ કમરામાં જઈ, ડગલ ચઢાવી, માથે ફેટો મૂકી એ વનખંડની દિશામાં નીકળી પડ્યો.
જાણ પૂર્વક, માર્ગે ડગ ભરતાં સુદર્શન મુનિએ વસતીમાં આવી દેહ પર અંચલ જ્યાં ખીંટીપર ભરો અને આહારના પાત્રો ભૂમિ પ્રમાઈને મૂકી ઈર્યાવહી કરવાની તૈયારી કરી, ત્યાં તો પેલા મહાશય આવી પહોંચ્યા.
મુનિના ચહેરા પર નજર પડતાં જ ચમકી ગયા! અચાનક ઉચરી દેવાયું–આ પેલા સુદર્શન શેઠ !
હં, તમે નાયક, અહીં ક્યાંથી? મારા વેશથી ચમક્તા લાગે છે. '
પણ મેં “કુમારી પહાડ” પર બધાની વચમાં વાત કરી હતીને કે મારે પ્રવજ્યા લેવી છે. હવે હું તે કાળનો શેઠ નથી રહ્યો–સુદર્શનનામા સાધુ છું.
મુનિરાજ ! આ પવિત્ર વેશે તો મારું જીવન, માર્ગે આપ્યું છે. એથી મને ચમકવાપણું ન જ હોય. એ પાછળ વાત બીજી જ છે. આપ ગોચરી લઈ પાછા ફરી રહ્યા હતા, ત્યારે આપની પાછળ મારા ઉતારા સામેના મકાનના ઝરૂખામાં ઊભેલી બે અમદાઓ હાસ્યથી મહે મલકાવી કેટલીક વાર સુધી જોઈ રતી હતી. એટલે મેં ધારી લીધું કે આપ એ - મકાનમાંથીજ ગોચરી લઈ પાછા ફર્યા છે અને આપની સાથે તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com