________________
હૃદય ૫
એજ જીવન પટ્ટો
૨૫૧
માચડે ચઢવા વારે આવે. કૂતરાની ચાટ જેવું જીવન ગાળવા છતાં પુત્ર મુખ દર્શન તો થયું નહીં! વંધ્યા મહેણું તે ટળ્યું નહીં !
ઓહ! બા, તમે તે શું બોલતા હશો! આંબા કંઇ એક રાતમાં નથી પાકતા. હજી કંઈ વૃદ્ધત્વ ઊતર્યું નથી. લાખો નિરાશામાં જ અમર આશાનો વાસ છે. મારા જેવી પંડિતા પાસે હોય અને એવી અપભ્રાજના થાય એ હરગીજ નહી બને.
કાળા માથાને માનવી શું નથી કરી શકતો. “દામ કરે કામ” એ તે જાણીતી કહેવત છે. સુદર્શનરૂપી કાંટાને ઉખેડવો એમાં તે કઈ મુશ્કેલી છે? અહીં આવતાં જ મેં ઉપાય વિચારી રાખ્યો છે. હું એની તૈયારી કરવા માંડું છું. મધરાત પૂર્વે વનખંડમાં જવા તૈયાર રહેજે. '
રાણું અભયાના મનમાં શેઠ જેવા પવિત્ર આત્મા પ્રત્યે પિતાની આશા ન પુરવા બદલ વિર જાગ્યું હતું. છતાં હવે એ જ્યારે મુનિશમાં છે ત્યારે એને છૂપી રીતે વાત કરો એ હૃદયને જરા પણ ગમ્યું નહીં છતાં સીલી નાગિણી સમી બ્રાહ્મણ પંડિતાના પાસમાં એ એટલી હદે સપડાઈ હતી કે ન તો વિરોધ કરી શકી કે ન તે તેણીને તેમ કરતાં અટકાવી શકી.
ઝરૂખામાં ચાલતા આ રમણુઓ વચ્ચે વાર્તાલાપ જ્યાં પૂરે થવા આવ્યો ત્યાં સુદર્શન સાધુ શહેરમાંથી પાછા ફરી વનખંડના માર્ગે જઈ રહ્યા હતા. તરતજ આંગળી વતી પંડિતાએ રાણી અભયાને બતાવ્યા. ઉભય રમણી ચહેરા પર સ્મિત રેલાવતી એમની પૂંઠ પાછળ જોઈ રહી હતી.
પ્રાસાદ સામેના મુસાફરખાનામાં તાજા આવેલા એક પથિકની નજરે ઉપરનું દસ્ય અચાનક પડયું. તે પણ ઝરૂખાપ્રતિ મીંટ માંડી.
જેવા લાગ્યો અને આનંદમાં આવી બોલી ઊઠયો. “હાશ' આખરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com