________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૨
સરિતા તટે તેઓ ઝાઝું ન થવ્યા. ધર્મ પ્રરૂપણાને યોગ્ય અને -સંઘ સ્થાપનાને અનુકૂળ સ્થાન એમની નજરે મહાસન વનનું જણાયું.
શરૂઆતમાં જોયું તેમ મહાસન વન તરફની દોડા દોડમાં મુખ્ય કારણ તો ભગવાનના ત્યાં પગલાં થયાં એ હતું.
સ્વર્ગના અનુપમ સુખમાં તદાકાર બનનારા દેવા માટે આત્મ ઉન્નત્તિ સાધવાને માર્ગ ભકિતમાં જ સમાયો છે. એમના સરખા સુખની ટોચે રમતા જીવો, ન તો તપ તપી શકે કે ન તો કષ્ટ વેઠી શકે. તેમના સ્વભાવમાં એ વસ્તુ નથી અને જે સ્થળમાં એમનો વસવાટ છે ત્યાં એનો સભાવ નથી. પ્રભુના આગમનની ખબર મળતાં જ તેઓ ભક્તિ કરવા મહાસેન વનમાં દોડી આવ્યા અને આંખના પલકારામાં સુવર્ણ, મણિ અને રત્નોથી શોભિત હરકોઈને પ્રથમ નજરે આકર્ષે તેવું સમવસરણ ત્યાં ખડું કરી દીધું. દેવશક્તિને આવી કરામત દુર્લભ નથી જ.
સમવસરણમાં આવવાનો જે માર્ગ રાજગૃહી નગરીથી ફૂટ હતો ત્યાં શહેરની ભાગોળે જ મળદિજ ન મના સિદ્ધિસંપન્ન ગૃહસ્થ મેટા યજ્ઞ આરંભ્યો હતો. એમાં દેશ દેશના નામાંકિત ભૂદે પધાર્યા હતા. ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી, ઋત્વિજ, પાઠક, ત્રિપાઠી, અને જાની વિગેરે અટકાવાળા કેટ કેટલાયે હતા. આ બધામાં અગ્રપદે હતા મહાશય ગૌતમ ગેત્રીય ઇંદ્રભૂતિ. જબરા વિદ્વાન અને અભિમાની પણ પૂરા ! પંડિત માન્ય હોવાથી પ્રતિવાસુદેવ રાવણના અહંકારને પણ ટપી જાય !
પાળ પર તિલક ત્રિવેણથી શોભતા, જાતજાતના વિશેષણોથી દીપતા આ પંડિત શેખરને વાદ વિવાદમાં ભલભલાને મૂંગા બનાવી દે એવા પાંચસો શિષ્યોનો પરિવાર હતે. અહર્નિશ વેદાધ્યયનમાં રક્ત રહેનારા આ ક્રિયાકાંડી બ્રાહ્મણોના કંઠમાંથી મધુરે વનિ નીકળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com