________________
૨૩૦
સતી શિમણું ચંદનબાળા ત્યારે હસ્તની અંગુલિઓ પણ એમાં તાલ દેતી. એ દૃશ્ય ખરેખર જોવા જેવું ગણાય. યજ્ઞ મંડપ અને મહાસેન વનમાં સમવસરણ વચ્ચે અંતર ઝાઝું નહોતું. રાજગૃહીના જનસમૂહને ટોળાબંધ વિપુલ સંખ્યામાં આવતો નીરખી, પંડિતવર્ય અદ્રભૂતિને પ્રથમ તો લાગ્યું કે
આ વેળા પોતાની આગેવાની હેઠળ ચાલી રહેલા યજ્ઞનું મહાભ્ય જેવું તેવું નથી જ. પણ જ્યાં એ માનવ વંદો યજ્ઞમંડપમાં પ્રવેશવાનું છોડી દઈ આગળ વધે જ ગયાં ત્યારે એ મહાશયની આંખે ચમત્કૃણિને કેઈ નવો ભાસ થયો. મંડપના પ્રાંગણમાં આવી પાછા ફરતા લોટને પૂછવા માંડ્યું–
અરે ભલા આદમીઓ ! આ પવિત્ર વેદીનાં દર્શન કરવાનું બાજુએ રાખી તમે આ તરફ ક્યાં ગયા હતા?
ટાળામાંથી એકે જવાબમાં જણાવ્યું—
પંડિત મહાશય ! અમો તો સર્વ ને વંદન કરવા ગયા હતા કયાં તમારી આ ધૂમાડાથી ધીકી રહેલી વેદિકા અને ક્યાં મણિરત્નોથી ઝળ ઝળાયમાન થઈ રહેલ એ સમવસરણ? શું એની રચના ! કેવું મનહર સિંહાસન. વળી એ પર અશોકવૃક્ષની શીળી છાયા ! અને દેવતાઈ વાજિંત્રોના નાદથી તો વાતાવરણ ગઈ રહેલું છે.
ત્યાં તો બીજા માનવાને આવતા જોયા. કટાક્ષ કરતાં ઈંદ્રભૂતિએ પ્રશ્ન કર્યો–
આ ભલા માણસ તો માયાવી રચનામાં ભેળવાઈ કે જાદુગરને સર્વજ્ઞ માની બેઠા અને એનાં ચરણ ચૂમી આવ્યા પણ તમારા જેવા ધર્મને મર્મ જાણનારા પણ શું એવી જાતની ભૂલ કરી બેઠા ને !
ના, પંડિતજી ! ત્યાં મુદ્દલ ફસામણ જેવું નથી. એ વિભૂતિના ચહેરામાં કોઈ અજબ જ્યોતિ ઝળકે છે. એમની સમીપમાં જાણે શાંતિનું સામ્રાજ્ય પથરાયેલું છે. એ રમણિય, સૌમ્ય અને વાત્સલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com