________________
૨૩૬
સતી શિરોમણું ચંદનબાળા “કયાં રાજા ભોજ અને કયાં ગાંગે તેલી. અલં પ્રાસંગિકને.
અરે આપણે ઈંદ્રભૂતિ મહાશયની કારવાઈઓ વર્ણવતાં, પર્ષદામાં નજર ફેરવવાનું પણ ભૂલી ગયા ! ત્યાં માત્ર દેવ–દેવીઓ જ નહિ પણ રાજવીઓ અને સાર્થવાહ પણ સુપ્રમાણમાં બેઠેલા છે.
અહો ! રાજવી શ્રેણિક ને રાજા શતાનિક તે જોડાજોડ બેઠા છે. ધનાવહ શેઠ પણ છે. મંત્રીશ્વર અભયકુમારની બાજુમાં જ બેઠા છે એટલે તેમના અતિથિ થયા હોય એમ સંભવે છે. મગધનતેશના એ પાટવીની સ્વામીભકિત જેવી તેવી નથી.
પેલા નારીવૃંદમાં મૃગાવતી-જ્યન્તિ–ચેલણા-નંદા–જુલસા આદિ જાણીતાં રમણ રને આગલી હારમાં છે. એમાં વસુમતી તે ડેઈ જુદા જ પોશાકમાં સજ્જ થઈ બેઠેલી છે. - રાજર્ષિ દધિવાહન સમીપમાં તેણીને છેલ્લી જોઈ હતી. જો કે એ પછી સંખ્યાબંધ દિવસનાં વહાણાં વાયાં છે. છતાં વાર્તાપ્રવાહમાં આગળ વધવા સારૂ પાછળ નજર ફેરવવાની ખાસ અગત્ય નથી. સામાન્ય ઉલ્લેખથી જ સળંગ અંકોડાની શ્રેણી રચાય છે. કર્મરાજના પ્રપંચ પરનો પડદો ગુરુજીના વિવિધ ઉપદેશથી એટલી હદે ખુલી ગયે કે અહર્નિશ સંસારમાં રચ્યાપચ્યા રહેવાનું જેનું કામ છે એવો રાજવી કરકÇ પણ એના પાસમાંથી કેમ મુક્ત થવું તે જાણી શક્યો. વસ્તુનું યથાર્થ જ્ઞાન, કર્મના ઉદયકાળ સમતાથી એનું વેદના અને સતત જાગૃત દશા, એ સાથે નાસકિત ભાવનો યોગ કેળવાય, તો કાયમી વિજય દૂર નથી જ. પ્રવૃત્તિમાં રક્ત જીવો પણ જે ધાવ ખીલાવત બાળનું ઉદાહરણ દૃષ્ટિ સન્મુખ રાખી વર્તન કરે તે ચેડા કાળમાં–ગણત્રીના ભવોમાં–શીવ સુંદરીનાં કમાડ ખખડાવવા શક્તિ-માન થાય. ,
કુમારી પર્વતના રમ્ય પ્રદેશમાં, સંતસમાગમ સેવતી અને અપૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com