________________
પ્રકરણ ૨૩ મું શ્રમણત્વમ ઈદમ રમણીયતરમ
નીતિવેતાઓએ લંબાણ વિચારણા પછી શ્રમણજીવન યાને સાધુપણાને અતિ રમણીય દર્શાવેલું છે. એમાંજ નિર્ભયતાને વાસ જે છે, અને એ જીવનને જ માનવભવની સફળતા ૩૫ ઈદમ શબ્દથી નામ પ્રમાણે ગુણવાળું સાધુ જીવન લેવાનું છે. જે ફકીરી પાછી લાલસાઓની જાળ પથરાયેલી હોય, વ્યસનનાં તાંડવ નૃત્ય જામ્યાં હેય, એદીપણાના અખાડા રૂપ હોય. કે માત્ર ક્રિયાકાંડની અજ્ઞાનતાપૂર્ણ રમઝટ સર્જાઈ હેય, એને ઉપરની ઉપમા જરા પણ બંધબેસતી નથી. પછી ભલે ને નામ સાઈ, જોગી, સંન્યાસી, જતિ કે સાધુ ના હોય. ટૂંકમાં કહીએ તો, સ્પષ્ટ વકતા અવધૂત શ્રીમદ્ આનંદઘનજીએ ગાયું છે કેગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડયાં કલિકાળરાજે.”
તે વાસ્તવિક છે. જ્યાં એવી દશા વર્તતી હોય ત્યાં રમણીયતા કેવી પ્રભાવિતા કેવી ?" અને સુવાસ પણ કેવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com