________________
૨૪૪
સતી શિરામણી ચંદનબાળા જાતના આક્ષેપ કે કટાક્ષવિદ્ગણી મધુર વાણી સાંભળી સંતોષ પામ્યા. યથાશક્તિ વત પચ્ચખાણ ગ્રહણ કરી પિત પિતાના ઘરના માર્ગે પાછા ફર્યા.
સભા વિસર્જન થયા છતાં જ્યન્તિ શ્રાવિકા પરિવાર સહિત થે. હતી. અવસર જોઈ તેણીએ નિમ્ન પ્રકારે ધર્મચર્ચા શરૂ કરી.
ભગવાન ! જીવ ભારે કમ્પ ણું શાથી પ્રાપ્ત કરે છે?
શ્રાવિકા ! જીવહિંસા, અસત્ય વચન, ચોરી, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ આદિ અઢાર પાપસ્થાનકેના સેવનથી જીવની સ્થિતિ ભારે કર્મીપણાની થાય છે અને એથી મનુષ્ય-તિર્યંચ, દેવ ને નારકી રૂપ. ચાર ગતિમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરે છે.
ભગવન ! મેક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા ને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે અવસ્થાની વિશેષતાથી?
જયતિ! એ જાતની યોગ્યતા, જેને ભવસિદ્ધિ કહેવામાં આવે છે. તે સ્વભાવથી હેાય છે. એમાં અવસ્થાની ચાંચ બૂડતી નથી.
ગાંગડુ કણની માફક અભવ્ય જીવ કદી પણ શીવ સુંદરીના પ્રાસાદની સીડી ચઢી શકતો નથી.
ભગવન! જે જીવ ભવસિદ્ધિ હોય છે તે સર્વ શું મોક્ષગામી છે? હા, જરૂર એ જીવો મેક્ષે જવાના. એમાં શંકા જેવું નથી જ..
ભગવન! જે એ પ્રમાણે સર્વ જીવોની સિદ્ધિ થઈ જશે તે કાળાન્તરે આ સંસાર ભવસિદ્ધિ જીવોથી રહિત નહીં બને?
નહીં, યતિ! એવું બનવાનું નથી. જેમ આકાશપ્રદેશની શ્રેણીમાંથી પ્રતિ સમય અકેક પ્રદેશ કમી કરવાની કલ્પના કરીએ છતાં એ પ્રદેશોનો અંત આવતો નથી, તેમ અનાદિ કાળથી ભવસિદ્ધિ છ. મેક્ષે જવા છતાં સંસાર ખાલી નથી થયો અને નથી થવાને. “અનંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com