Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co

View full book text
Previous | Next

Page 251
________________ સતી શિરોમણી ચંદનબાળા સંપદામાં યાને પરિવારમાં, અગિઆર ગણધર સહિત ચૌદ હજાર સાધુઓ, છત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખ અઢાર હજાર સવીઓની સંખ્યા હતી એ વાતથી જ પુરવાર થાય છે કે અરિહંતપદ પામ્યા પછી ભગવતે જીવનનાં શેષ વર્ષો અર્થાત્ કૈવલ્ય પછીના ત્રીશ વર્ષો, ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરવામાં અને જીવોને પ્રતિબોધવામાં ગાળ્યાં હતાં. શહેરમાં પાંચ રાત્રી અને ગામમાં એક રાત્રી વસવા રૂપ સમાચારીમાં મુનિજીવન કેવું પ્રવૃત્તિશીળ લેવું જોઈએ એની પ્રતિતી મળે છે. સાથોસાથ એ પણ અનુમાની શકાય છે કે આટલી વિપુળ સંખ્યામાં જે નરનારીઓનાં હદયકમળો વિકસ્વર થઈ, જીવન દીપ તિર્મય બન્યો છે એમાં મુખ્ય શિષ્યોનો અને પ્રવર્તિની ચંદનબાળાનો ફાળો નાનો સૂનો ન જ હોય. ભગવાનની અસરકારક વાણી સાંભળીને જેમને વૈરાગ્ય જન્મતો, દીક્ષા લેવાનાં પરિણામ પેદા થતાં, તેમને પ્રભુ તો માત્ર એટલું જ કહેતા કે – માતાપિતા કે વડિલ સ્વજનને પૂછીને આ પ્રમાદ ન કરશો. પરિણામની ધારા ચઢતી જ રાખજે. એ રીતે જેઓ આવતા, તેમને દીક્ષિત બનાવતા. પછી પુરૂષ હોય તે સ્થવીર સાધુઓને અને સ્ત્રી હેય તો પ્રવતિની ચંદનાને એની સુપરત થતી. પ્રભુનાં વચને તો જમીનમાં બી વાવણીનું કામ કરતાં. એ પછી જળસિંચન આદિથી સંભાળ ભરી રીતે નાનકડા બીજમાંથી છોડપણે પરિણમવા રૂપ અર્થાત્ આવનાર આત્માઓ ઉપર ત્યાગ જીવનનું સાચું ને સચોટ સંસ્કાર નાંખવારૂપ કાર્ય તો મુખ્ય શિષ્યો યા તે ચંદના સાધ્વીના શિરે રહેતું. શરૂઆતને એકડો ઘૂંટાવનારમાં–પ્રારંભમાં કક્કો શિખવનારને કેવા કેવા સાગમાંથી પસાર થવું પડે છે એ તે અનુભવનો વિષય છે. સંસારના સ્વૈર વિહારમાં ઉછરેલા છ પર સંયમની સૌરભ જમાવવી એ કપરી કસેટીભર્યું કામ લેખાય. એમાં પણ મરદ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292