________________
૨૪૧
બમણત્વમ ઈદ- રમણીયતમ
રમણીયતાનો વાસ સંપૂર્ણપણે શ્રી તીર્થંકર દેવના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. ગણધર મહારાજ, તેમજ અન્ય સાધુ ગણમાં, સાધ્વી સમુદાયમાં અધિકાશે એ જોવાય છે.
ભગવંત મહાવીરે ડિડિમ નાદથી એવો મેક્ષનો સંદેશ ભારતવર્ષમાં વિસ્તાર્યો છે કે –
ધર્મ એ માત્ર સામાજીક રુઢિ નહિ પણ વાસ્તવિક સત્ય છે. મેક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી મળતો નથી પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં, મનુષ્ય અને મનુષ્ય વચ્ચેને ભેદ સ્થાયી રહી શકતો નથી. જન્મવા માત્રથી બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી અને ક્ષત્રિય એ ક્ષત્રિય નથી પણ કર્મથી–આચરણથી એ વાતની પ્રતિતી જાય છે. માનવ માત્ર મૈત્રી પ્રમોદ-કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના જોરે પ્રગતિ સાધે છે. એ માટે જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂ૫ ત્રિવેણીમાં એને વારવારે સ્નાન કરવું જોઈએ-અહિંસાના પિકાર કરતાં, એ અંગેના સાચા અમલમાં જ પરમ ધાર્મિકતા રહેલી છે. ઉત્ક્રાંતિના વ્હિકે અહિંસાના સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ મહાન ગુણને સ્વજીવનમાં ઉતારવા કમર કસવી જોઈએ.
ઇતિહાસ નેધે છે કે ચરમ તીર્થપતિના ઉપરને સંદેશ ભારત વર્ષના સાડા પચીસ આદેશમાં અર્થાત્ મગધ, અંગ બંગ, કાશી, કેશલ, વિદેહ, વત્સ, સિંધુ, સૌવીર, કુણાલ અને લાટ આદિમાં ફેલાયો હતો.
રાજગહીના બિબિસાર યાને પેણિક, વૈશાલીના ચેટકરાજ, કાશી - કેશવના ગણનાયકે, અમલકપાનો રાજવી શ્રેત, વીતભયપતનને ઉદાયન, પતનપુરનો પ્રસન્નચંદ્ર, તાનિક, ચંપ્રલોત, માલ-મહાશાળપ્રતિહત અને પ્રિયચંદ તેમ દર્શાણુભક મિત્રનંદીને દત્ત મળી લગભગ ચાળીશ રાજવીઓ ભક્તગણની સંખ્યામાં ગણતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com