________________
૨૩૮
સતી શિરામણ ચંદનબાળા વાત એટલી સ્પષ્ટ હતી અને કામ એવું પવિત્ર હતું કે એમાં આનાકાની કરવાપણું હતું જ નહીં. બીજે જ દિવસે સૌ પોત પોતાના પંથે પળ્યા. પંખીના મેળા સમ પ્રાતઃકાલ થતાં જ ભિન્ન ભિન્ન દશામાં વિખરાયા. નાયક પણ “થોડા દિન ભ્રમણ કરી પાછો કરીશ.” એમ કહી વિદાય થયા.
વસુમતી કૌશામ્બીમાં આવ્યા પછી તેણીને ઝાઝો સમય ભવાની જરૂર ન રહી. શ્રમણ મહાવીરના વિહાર અંગેના સમાચાર અહીં રોજે રોજ આવતાં શતાનિક ભગિની જયતિએ પ્રવજ્યા લેવાને નિર્ધાર કર્યો હતો, તે માટેની એ ગોઠવણ હતી.
પાલક માતાપિતાના સહવાસમાં ચંદનાએ જે દિનો પસાર કર્યો એ એટલી હદે મીઠાશભર્યા થઈ પડ્યા કે જ્યારે એ દીક્ષા માટે ઘર બહાર નીકળી ત્યારે નાનાં મોટાં દરેકની ચક્ષુ ભીની થઈ. માત્ર માતાપિતાને જ નહીં પણ ઘરમાંના નેકર ચાકર સર્વને પોતાનું કઈ આપ્તજન ચાલ્યું જાય છે એમ લાગ્યું.
ધારિણીના સંસ્કાર પામેલી આ બાળાએ જ્યાં જ્યાં પગ મૂક્યો - ત્યાં ત્યાં ચંદનની માફક સુવાસ ને શીતલતા પાથરી “ચંદના' નામનું સાર્થક્ય કર્યું હતું. એનું એવું યશનામ કર્મ હવે સંપૂર્ણ કળાએ ખીલી નીકળ્યું હતું. વયમાં યુવાન છતાં ભલભલી પ્રૌઢાને પણ ટપી - જાય તેવી પ્રજ્ઞા, જ્ઞાન અને વર્તન હતાં. - સુદર્શન શેઠ પિતાના કુટુંબને લઈ ચંપા પ્રતિ વિદાય થયા. ધનાવહ શોઠ સાથે ચંદના પણ વળાવવા સારૂ ભાગોળે આવી હતી. ત્યાં જ કુતમતિએ આવી રહેલા અશ્વારોહીએ સમાચાર આપ્યા કે –
જુવાલિકા નદીના કિનારે શ્યામાક ખેડૂતના ખેતરમાં શ્રમણ મહાવીરને કેવલજ્ઞાન ઊપજ્યું છે.'
ચંદના તો આ સાંભળી હર્ષઘેલી બની ગઈ. ચીર કાળ સંચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com