________________
મહાન વનમાં સંઘ સ્થાપના
૨૩૭.
આનંદ લૂંટતી, વસુમતી–રાજવી અને નાયક આદિ મંડળી જ્યાં સંખ્યા પૂર્વે પાછા ફરવાની તૈયારીમાં છે ત્યાં એકાએક સુદર્શન શેડનું આગમન થયું.
રાજરત્ન મુરખી ! આમ અચાનક ક્યાંથી આવી ચડ્યા? રાજવી કરકંડૂએ શેઠને જોઈ પ્રશ્ન કર્યો, અને પૂછ્યું.
ચંપાના શા સમાચાર છે? પ્રજામાં આનંદ વર્તે છે ને ?”
હા, મહારાજ ! સૌ પ્રકારની કુશળતા છે. પ્રભુશ્રી મહાવીરદેવને પરમાવધિ જ્ઞાન પ્રાપ્તિ થયાના સમાચાર મળ્યા, એટલે હવે કેવલજ્ઞાન : નજીકમાં ગણાય એમ સમજી હું રાજર્ષિના દશને બા તરફ નીકળી આવ્યું. સંયમ સ્વીકાર્યા પછી મળવાના પ્રસંગે સત્વર ન સાંપડે. ધ્યાન માટેના આ પુનિત પ્રદેશને જોવાની પણ ઈચ્છા હતી જ. આમ એક પંથ ને દો કાજ જેવું હોવાથી નીકળ્યો છું. અહીંથી કૌશામ્બી જવાનો છું કેમકે મનોરમા અને પુત્રો થોડા દિન પૂર્વે ત્યાં નેહીને ઘેર છે તેમને તેડી પણ લાવવાના છે. ભગવંત શાસન સ્થાપે એટલી જ ઢીલ છે. પુત્રોના ખભે દુન્યવી ભાર રાખી અમ દંપતીએ પ્રભુશ્રી વિરની સેવામાં જોડાવાનું નકકી કર્યું છે.
પદ્માવતી સાધ્વી બોલી ઊઠ્યા–
ઘણું જ સુંદર વિચારે. કર્મરાજ, અંગના સાંધાઓને ઢીલા બનાવે તે પૂર્વે જ એના પંઝામાંથી મુક્ત બની પરભવ પ્રયાણની તૈિયારીમાં લાગી જવું એ બુદ્ધિમત્તા.
મેટાભાઈ ! મને શેઠશ્રી જડ જવાની રજા આપે. અહીંથી હું પરભારી કૌશામ્બી જવા ધારું છું. વિલંબ કરવામાં કામ વિણસે એવો ઉઘાડ સંભવ છે. એ લોકે મારી રાહ કાગના ડોળે જોતા હશે. વસુમતીએ નમ્રતાથી કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com