________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૩૫.
--
--
આ રીતે અગિયાર પંડિતે અને એમના ચુંમાળીશરોની સંખ્યાના વિદ્યાર્થીએ મહાસેન વનમાં પ્રભુશ્રી મહાવીરના હાથે દીક્ષિત થયા. રખે કોઈ માને કે માતાપિતાની રજા વિના એ મંડી નંખાયા. એ બ્રાહ્મણપુત્રો બ્રહ્મચર્ય અવસ્થામાં હેઈ, અભ્યાસ માટે પંડિતને તેમના વડિલો તરફથી સોંપાયા હતા. ચાર આશ્રમને મહત્ત્વ આપનારા ભૂદેવમાં પણ પ્રથમ આશ્રમ વટાવી સીદ્ધા ચોથા સન્યસ્ત આશ્રમમાં પ્રવેશવાની પ્રણાલિકા હતી અને જોવાય છે.
અગિઆર પંડિતો તો પુખ્ત વયના હતા. જ્ઞાનાર્જન અને ક્રિયાકાંડ એમના રોજના વ્યવસાય હતા. એમના ઘરમાં રોકકળ ઊઠે તેવું વાતાવરણ હતુંજ નહિ. વિશેષતા તે એ હતી કે એ બધાને દીક્ષા આપનાર ખુદ જ્ઞાની ભગવંત પોતે હતા.
પોતાની પ્રવૃત્તિને સાચી ઠરાવવા સારુ મહાસન વનનું ઉદાહરણ આપવું એ ભીમસેનની પાઘડી પાંચમા આરાના એકાદ માનવીના માથા પર બંધબેસતી કરવા જેવો બાલિશ પ્રયાસ માત્ર છે. માનવ, માન્યતાના ઘેનમાં ઘેરાય છે ત્યારે રત્નકુક્ષિ તરીકેની ખ્યાતિને વરેલી તીર્થકરદેવની માતાઓને પણ રોકળ કરતી આલેખે છે. ” કહી નાખે છે કે ઋષભદેવની દીક્ષા પાછળ મરૂદેવા માતા રડી રડીને માંધળા થયાં હતા. એમ કહી સિદ્ધાંત રથાપે છે કે દીક્ષા પાછળ કકળ તો થાય જ.
મરૂદેવા માતાની આંખે પાળ બાઝયાં હતાં એ વાત સાચી પણ રોકકળના બચાવમાં એ ધરવી એ તે એક જાતનું છળ છે.
ક્યાં એ પવિત્ર માતા-પુત્રની દીક્ષા અંગેની સાચી સમજ અને ક્યાં આજકાલની વિચિત્ર મનોદશા ! સાચી સમજનો અભાવ ! લેનારની વેવલાઈ! દેનારની લાલચુ વૃત્તિ! એ દષ્ટાંત દેવું કે બાળવય જોઈ ભગવંત હેમચંદ્રસૂરિને યાદ કરવા એ તો નાના માટે મેટી વાત કરવા જેવી આછકલાઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com