________________
૨૩૨
સતી શિરોમણી ચંદનબાળા અરે જે ચહેરે જોતાંજ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ પીડા નાશ પામે, તે ચહેરામાં ધૂર્તતાનો સદ્ભાવ ન હોય. એમાં તે આત્મ તેજના રણકારજ દષ્ટિ ગોચર થાય છે. કર્મોનાં આવરણ જડમૂળથી ઉખડી ગયા વિના આ જાતની સિદ્ધિ શકય નથી. હું ભણ્યા છતાં ગણ્યો નહીં. અગાઉ સાંભળ્યું તે હતું કે ક્ષત્રિયકુંડ નગરમાં રાજવી સિધ્ધારથને ત્યાં એક પ્રતિભાસંપન્ન પુત્રને જન્મ થયે છે અને ભવિષ્યમાં આ ભારત વર્ષમાં ચોવીસમા તીર્થકર તરીકે એ ખ્યાતિ પામનાર છે. ચૌદ મહાસ્વપ્ન રાણું ત્રિશલાને આવેલાં. એ બાળ અર્ભકને ઇદ્રો અને દેવોનો સમૂહ એરપર્વત પર જન્માભિષેક કરવા લઈ ગયેલે પણ ખરે.
આ તેજ વ્યક્તિ હેવી જોઈએ. હું જ્યારે નાલંદા વિદ્યાપીઠમાં અધ્યયન કરી પોતાના દેશ પાછા ફરતા વિદ્યાર્થીઓને પદવી દાન આપવાના મેળાવડાના પ્રમુખપદે હતો, ત્યારે ત્યાં સમાચાર આવેલા કે ક્ષત્રિયકુંડના વર્ધમાન કુંવરે ત્રીસ વર્ષની યુવાન વયે પત્નિ યશોદા, ભ્રાતા નંદિવર્ધન આદિને સમજાવી, રાજકાજમાં ન પડતાં આત્મશક્તિની સાધના નિમિત્તે અરણ્યવાસ સ્વીકાર્યો. મૌનપણે આવી પડતા ઉપસર્ગો અને વેઠવા પડતા પરિષદે સામનાથી સહન કરતાં પૃથ્વી તલ ભ્રમણ કરવા માંડયું.
ત્યાં તો નજીકમાં ઊભેલો વિદ્યાર્થી, યાદ આવતાં કહેવા લાગે ગુરૂજી ! આપનું અનુમાન સાચું જણાય છે. આ તેજ વર્ધમાન કુંવર સંભવે છે. સોમિલ દિજકુંડલપુરમાં યજ્ઞ નિમિત્તે આમંત્રણ કરવા આવેલા ત્યારે હું હાજર હતો અગ્નિભૂતિ બહારગામ ગયેલા ને તે વેળાજ પાછા ફર્યા હતા. એમણે જ ખબર આપ્યા હતા કે ક્ષત્રિયવાસી વર્ધમાન કુંવર કે જે સન્યાસ સ્વીકારી છેલ્લા બાર વર્ષથી આત્મશોધનમાં રક્ત રહેતા તેમને જુવાલિકાના તટપર વળઝાને ઉપન્યું છે. નિર્ચ તેમને અરિહંત તરીકે ઓળખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com