________________
૨૨૮
સતી શિરોમણું ચંદનબાળા ઇતર દર્શનકારને પણ નિચેના બંધારણની મુક્ત કંઠે પ્રશંસા કરવી પડી છે.
ભગવાન મહાવીરે એમાં શો ફાળો આપ્યો તે જોતાં વાર્તાપ્રવાહમાં આગળ વધીએ.
છેલા આપણે એમને કૌશામ્બીમાં જોયેલા. એ પછી પરિષહ, સહન કરવામાં એમની કપરી કસોટી થઈ. એક ગોવાળના હાથે કાનમાં કાલિકા નંખાઈ, ઉપસર્ગોમાં આ છેવટનો હતો. થોડા કાળ. પછી એ વાતનો ઉપાસકોને ખ્યાલ આવતાં જ્યારે એ કલિકાઓ. ખેંચી કહાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ભગવાન જેવા. ચરમ શરીરી અને વજsષભનારા સંઘયણવાળા પ્રબળ આત્માથી. પણ અરેરાટનો ઉદ્ગાર થઈ ગયે.
અસ્ત પછી ઉદય અને રાત પછી દિવસ એ કુદરતી કાનૂન. પ્રખરમાં પ્રખર કર્મો પણ શ્રી વર્ધમાને આ રીતે ખપાવી નાંખ્યા. એટલે જુવાલિકા નદીના કાંઠે શ્યામા નામના ખેડૂતના ખેતરમાં શુકલ ધ્યાનના પ્રથમ બે પાયા ચિંતવતા તેઓશ્રીને કેવળજ્ઞાન ઊપજ્યું. ચૌદ રાજલોક અથવા તો ત્રણ લેકના સર્વ ભાવોને તેઓ જાણનાર થયા. વસ્તુને યથાર્થ રીતે જોવા-જાણવા અને કહેવાની અનુપમ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. દુનિયાના ભારોભાર અંધારાવાળા ખૂણામાં બનતો નાનો યા માટે બનાવે, તે પોતાના સ્થાને બેઠા જાણી અને જોઈ શકે એવી સ્થિતિ મેળવી.
એના અભાવે પોતે ઘણું ઘણું જાણતાં છતાં ઉપદેશ મહેતા આપતા. પણ હવે શક્તિ ફેરવી. પોતે મેળવેલી એ કિંમતી વસ્તુને વિશ્વના સર્વજીને લાભ આપવો એજ એક તેમનો ધર્મ થઈ પડે. “તિના તાલાપ' પોતે જાતે નર્યા અને બીજાને તારવાવાળા થયા. એટલે જ પદની સાર્થકતા ગણાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com