________________
મહાસેન વનમાં સંઘ સ્થાપના
૨૨૭
વર્ણના માનવીઓ પર તે તેમની સત્તાના ચાબખા ઊંઝાતા. વર્ણોમાં , બ્રાહ્મણ ગુરૂપદે ગણાત. એ ગુરૂપદના ગર્વમાં એના આગેવાનોએ વહેમ-દંભ અને ધર્મના ઓથા તળે ઓછા ધતિંગ નહેતા જન્માવ્યા! પચંદિ વાળ માનવી હલકાકુળમાં જન્મવા માત્રથી પશુ કરતાં પણ નીચી કેટીએ મૂકાયો હતો. ધર્મ શાસ્ત્રના ઉમદા વિચને સાંભળવાના હકથી એ વંચિત રહ્યો હત! માત્ર સેવા કરવાને તેના શિરે ભાર હતા. ભગવાન ગૌતમ બુદ્ધના પરિભ્રમણથી, રાજકુળમાં વધતી જતી લાગવગથી, ક્રિયાકાંડ પર ઓછા ભાર મૂકી સાચી સમજણ અને એ માટે જ્ઞાનાર્જન જેવી કાર્યવાહી પર વધુ વજન મૂકવા રૂ૫ ઉપદેશથી, દ્વિજ મહાશયોએ સજાવેલી એક છત્રીય સત્તા પર કાપ પડવા માંડે હતું અને જનસમૂહમાં ગાનુગતિક રૂપ થઈ પડેલા ક્રિયા કાંડ પર અભાવ પેદા થયો હતો. આમ છતાં એના મૂળમાં કુહાડાના ઘા કરી, સર્વથા છેદ ઉડાડવાની કારવાઈ તે ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવના ફાળે જાય છે.
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અહિંસા–સત્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા ઉમદા ગુણ ઉપર વજન મૂકે છે. છતાં એ ઉભય ધર્મોની કાર્ય વાહીમાં તરતમતાઓ રહેલી છે. અભ્યાસી જન જ એની પારખ કરી શકે. યાચાગની હિંસા સામે પડકાર કરનાર શાક્ય મુનિ માંસના ખોરાકથી સાવ હાથ ઉઠાવી શકયા નથી ! એમના અનુયાયીઓએ તે દેર છૂટી મૂકવામાં કંઈ કંઈ ગલી કુંચીઓ શોધી કહાંડી છે અને એજ રીતે નિષ્ઠિક બ્રહ્મચર્યમાં પણ ચા વાળી દીધા છે. એ કારણે જ ભિક્ષુક–ભિક્ષુણ જેવો વર્ગ હોવા છતાં ચારિત્ર્યની દષ્ટિએ એ ઉત્તમ છાપ પાડી શક્યો નહીં. - શ્રી પાર્શ્વનાથના સંતાનીય શ્રમણ-શ્રમણીમાં વ્રત પાલનની ઢીલાશ નથી ઘર કરતી. જરા ક્ષતિ નજરે પડતાં જ ગચ્છ–નાયકે એ સામે લાલ બત્તી ધરી છે. બંધારણના નિયમ પણ કડક રહ્યા છે એટલે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com