________________
પ્રકરણ ૨૨ મું મહાસેન વનમાં સંધ સ્થાપના
પ્રાત:કાળથી જ રાજગ્રહી અને પાવાપુરીના વચલા માર્ગમાં આવેલ મહાસેન વન તરફ જન સમૂહની દોડધામ શરૂ થઈ ગઈ હતી. એ કાળે જનસમૂહના વિશાલ ભાગને આજીવિકાને પ્રશ્ન ખાસ મુઝવતો ન હોતે. ખેતરમાં ધાન્ય અને ઘર આંગણે ગાય આદિ પશુઓનું પાલન સામાન્ય હોવાથી અનાજ અને દૂધ-દહીંની રેલછેલ રહેતી. દ્વારે આવેલ અભ્યાગત રોટલા વિના પાછો ફરતો નહીં. જે સમયની વાત કરીએ છીએ એ કાળે ભારતવર્ષમાં મત મતાંતર નહેતા એમ નજ કહેવાય. જુદા જુદા મંતવ્યને આગળ ધરી જનસમૂહને પિતાના ઉપાસક સમુદાયમાં જોડવા સારૂ, સંખ્યાબંધ પંથ પ્રવર્તકે અવાર નવાર મેટા શહેરમાં ગમનાગમન કરી રહ્યા હતા. જન સમૂહના અતિ વિશાળ સમુદાયને ધર્મ સબંધી જ્ઞાન મેળવવાને ઘેરી માર્ગ આવા પ્રચારકોના મુખેથી ઉપદેશશ્રવણ ૩૫ હતો. આ સર્વેમાં શ્રી પાર્શ્વજનની પરંપરાના નિગ્રા મુદ્ધ ભગવાનના અનુયાયી શ્રમ અને વેદાંત ર્શનના કર્મકાંડી ભૂદેનાં પરિભ્રમણ ઊડીને આંખે વળગે તેવાં હતાં.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com