________________
૨૧૪
સતી શિરામણ ચંદનબાળા રાજકુંવરીના ગયા પછી નાયક ગહન વિચારમાં પડશે. અકસ્માતક બનેલ આ મેળાપે તેના હૃદયમાં ભૂતકાળને સજીવન કર્યો, એટલું જ નહીં પણ પિતાની કરણનો આ લોકે બદલો લેવા ધારે તો મરણ હાથવેંતમાં દેખાયું. રાજબાળાની વાતમાં એ અંગે જરા પણ ગંધ નહોતી, છતાં “ગુનેગારનું હદય સદા શંકિત હોય,” એ ઉક્તિ અનુસાર મનમાં તરંગ ઉદ્ભવ્યો. ઘડીભર આ સ્થાનમાંથી ભાગી છૂટવાનું મન પણ થયું. ત્યાં પરોપકાર પરાયણ ભગવતીની મુદ્રા નેત્રો સામે રમી રહી. નવજીવન દેનાર એ મયાને કહ્યા વિના તે અહીંથી ન જ ખસવું એવો નિશ્ચય કરી કાર્ય આપણું આરંભી.
હેતુ વિહિન પગલું ન ભરનાર સાધ્વીજી રોજ માફક આજે મધ્યાહ્ન પૂર્વે ન આવતાં, ઊતરતા પહેરે આવ્યા. રોજ કરતાં સાથમાં આજે સાધ્વીઓની સંખ્યા વધુ હતી. રજોહરણથી એટલે સાફ કરી આસન માંડી જરા વિશ્રાન્તિ લેતાં એમણે પ્રશ્ન કર્યો.
ભાઈ ! સંતના દર્શન આજે જરૂર કરાવીશ. તમારામાં કરી ચઢવા જેટલી શક્તિ આવી નહોતી એટલે જ અદ્યાપિ સુધી એ વાત મેં ઉચ્ચારી નહતી; બાકી આ રાજર્ષિનાં દર્શન અને ઉપદેશ શ્રવણ એ તો અહેભાગ્ય હોય તે જ પ્રાપ્ત થાય.
ભગવતી માતા ! મેં એ વિચાર બદલ્યો છે. જરૂરી કારણસર હું હમણા “તેષાલી” જાઉં છું. અઠવાડીયામાં તો પાછા આવી જઈશ તે વેળા આપની સાથે સંતના દર્શને જરૂર આવીશ. આપની રજા લેવા જ થો હતો.
મહાનુભાવ! તું સંસારી માનવી છે એટલે કામ અને કારણ સંભવે તે જરૂર. પણ આવી ઉતાવળ છાજે તેવી તો નથી જ. હજી માંડમાંડ દેહમાં શકિતનો સંચય થવા માંડયો છે. પ્રવાસ ખેડવા જેટલી તાકાત આવી જણાતી નથી. ગયા પછી અઠવાડીયું થાય કે મહિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com