________________
શ્રમણ જીવનની સુવાસ
સર્વે ચક્ષુ સામે રાખેલા મુખ્ય સવાલના ઉકેલમાં આગળ વધીએ એ જ ઈષ્ટ છે. આપ માર્ગ કાપતાં આ સ્થળ પાછળ જે કંઈ ઇતિહાસની કડીઓ સંકળાઈ હોય તો તે, અગર આ પ્રદેશમાં કુદરતે જે કંઈ કરામતો સજી હેય તે, ટૂંકામાં અમને સંભળાવતાં જાવ.
દીર્ધકાળથી સંયમ પંથના પથિક બનેલ પદ્માવતી સાધ્વીના મુખેથી પર્વત અને એમાં આવેલી વિવિધ ગુફાઓ સબંધી તથા એમાં ધ્યાનમગ્ન રહેતા મુનિગણને લગતું વૃતાન્ત સાંભળતો આ સમુદાય ટેકરીની ઊંચાઈએ પહોંચવા આવ્યો. છતાં ન તો કેટલે સમય વ્યતીત થયો એની, કે કોઈને વધુ શ્રમ પડે એની જરાપણું ખબર પડી ! વૃતાન્ત શ્રવણમાં એક રસની જમાવટ કરવામાં સાધ્વી પદ્માવતીએ પિતાના વર્ષો જૂના અનુભવને છૂટથી ઉપયોગ કર્યો હતો. અનુભવીને મીઠા ઘૂંટડા ગળવાના જ્યાં ડગલે પગલે મળતા હોય ત્યાં સૌ કોઈ ભાન ભૂલે. ભૂખ તરસ યાદ ન આવે ત્યાં થાક કે સમયની યાદ કેવી ! - પ્રવચન મંડપ તરીકે વપરાતી વિશાળ ગુફાના પ્રાંગણમાં ઉપાસકેની આ મંડળી આવી પહોંચી ત્યારે એક ક્ષુલ્લક સાધુના મુખેથી સાંભળ્યું કે –
ગુરૂ મહારાજ થોડી પળ પૂર્વે બહિરભૂમિએ ગયા છે.
સૌ તેમના આગમનની માર્ગ પ્રતીક્ષા કરતાં નજિકમાં બેસી વિશ્રાન્તિ લેવા લાગ્યા. એમને ઝાઝીવાર ખાટી થવું ન પડ્યું. અલ્પ કાળમાં જ મહારાજશ્રી પધાર્યા. સૌએ ઊભા થઈ વંદન કર્યું અને સુખશાતા પૂછી. પદ્માવતી સાધી શરૂઆત કરતાં કહેવા લાગ્યા
યશ્રી ! રાજવી કરકંડૂની પાછળ બેઠેલ છે એ જ આજની મહાશય કે જેમના સબંધે મેં પૂર્વે વાત કરી હતી. તળાટીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com