________________
૨૧૬
સતી શિરમણ ચંદનબાળા પુન્યશાળી! કામની ચિંતા આજ માટે ખંખેરી નાંખ અને આવવાની તૈયારી કર.
એ નાયક કંઈ જવાબ આપે તે પૂર્વે તે અશ્વો જોડેલ ઘુઘરિયાલ રથ આવી ચૂકે.
સારથીએ લગામ ખેંચી અશ્વોને થંભાવ્યા કે તરતજ કરક. વસુમતી અને રાણું ઊતરી પડી. એટલા તરફ નજર ફેકતાં જ કરકંડૂથી બોલી જવાયું.
હો, પદ્માવતી માતા તો સામે જ બેઠાં છે ને! દોડતો ઓટલાની પગથીએ ચઢી ગયો અને પ્રણામ કરી સુખ શાતા પૂછવા લાગે. નારીવર્ગે પણ પ્રણામ કર્યા.
મૌનને ભેદી રાજવી કરકંડૂ કહેવા લાગ્યો, પૂજ્ય સાધવી મયા ! એ દિને પિતા પુત્રને રઝળતા મૂકી આપ તો દોડી ગયા. પિતાએ શોધ કરવા માણસો દોડાવ્યા પણ આપ તે ગયા તે ગયાજ. વાત્સલ્યના લવ વિદૂણું આવું હદય તો કાઈક માતાનું જ સંભવે ! ઇશારો કરી સાથે પિતાને પણ એ માર્ગે વાળ્યા. મારા જેવા નવિનને માથે ઉભય રાજ્યોની ચિંતાનો ભાર આવી પડ્યો. એમાં આપની સ્મૃતિ લગભગ દબાઈ ગઈ. એ તાજી કરી, અહીં ખેંચી લાવવાનું માન તે આ બેનડીના ફાળે જાય છે
આપે એ વાત તો સાંભળી હશે કે ભગવંત વર્ધમાન સ્વામીના કપરા અભિગ્રહની પૂર્તિ કૌશામ્બી નગરીમાં ધનાવહ શેઠની પુત્રીના શુભ હસ્તે થઈ. 1
એ બાકલા વહેરાવનાર આ મારી હસમુખી અને બુદ્ધિશાળી બહેની પતેજ. ધનાવહ શેઠની એ પાલનપુત્રા, નામ ચંદના; ચંપાપતિ દધિવાહન અને રાણી માતા ધારિણીની એ પુત્રી, નામ વસંમતી. તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com