________________
૨૦૯
શ્રમણ વનની સુવાસ
ઉદ્યોગ જરુરી છે. આળસ નજ જોઇએ. તે વાત પણ સાચી છે છતાં ભારે ઉદ્યોગા ખપ કરતાં વધુ ઉત્પાદન તે। તૃષ્ણા વધારી મૂકી અન્યને ચૂસવાની લાલચમાં નાંખે છે એ વાત ભૂલવા જેવી નથી. પેાતાની જરૂરિયાતા પેાતે નીપજાવી લે છે અને સંતેષી જીવન જીવે છે, એ તા પ્રશંસનીય ગણાય.
શ્રમણે! આ તરફ છે અને ઘણા ખરા ધ્યાન નિમિત્તે ખ`ડગિરિમાં વસે છે એ તે તેમની મારફતે જાણવા મળ્યું છે. હા, નામ ન જાણે. એટલે ખાતરીથી શી રીતે કહી શકે ! જેમને કામ સાથે સંબંધ છે તે નામ જાણવાની તકલીફમાં નજ પડે. ખપ પૂરતા સંત સમાગમ સેવે. એમાં જ રવકલ્યાણ માને. પરમાર્થા કરવાની તક ન ચૂકે એ ધપરિણમ્યાની નિશાની રૂપ છે, બાકી રાગી—ત્યાગીના રાહ જુદા હોય.
વસુમતી ! હું` પણ ભારે કરી! મારા સામાન્ય પ્રશ્ન ઉપરથી અનુભવ જ્ઞાન ઠાલવ્યું અને સાથે અજ્ઞાત–પ્રદેશના માનવાની વકીલાત પણ કરી. એ પ્રકારની દક્ષતા મેળવવાનું ગૌરવ જરૂર કૌશામ્બીના વસવાટને ફાળે જાય છે. પણ બહેની ! રાજ કરતાં આજે આપણને માગ કાપતાં મેાડું થયું છે, તડકા પણ વધુ ચડયા છે, હવે આપણે સત્વર મુકામ કરી સવારના આવસ્યક કાર્યોથી પરવારવું જોઈએ. મારી ચ્હા એ છે કે સામે જણાતી પર્વતમાળા નજિક જવાનું કે કુમારી પહાડ સંબંધી પૂછ પરછ કરવાનું હાલ મેાકુż રાખી, સીધા ડાબા હાથે આગળ વધ્યું. મંદિર પરની ધ્વજા આદિના ચિન્હાયા ટ્રાઇ ગામ સમીપમાં હોય તેવું જણાય છે, ત્યાં પહેાંચી ભાગાળમાં જ ડૅરા તંબુ ખડા કરી દેવા, ટ્રુ જેથી જોઇતી જશ ભાવ લાવવાનું પણ સુગમ પડે.
વડિલ ભ્રાતા ! તમારા વિચારને હું સંપૂર્ણ પણે મળતી થઉં છું. આપણા પહેરેગીરાને એ આજ્ઞા આપી દે. કૃત આપણે પેલી ગિરિમાળની તળાટીમાં દેખાતી ગૂપઢી સુધી જઇ માવીએ. ત્યાં વસતી જેવું જણાય છે તે કંઇ ભાળ મળે પશુ ખરી. પછી તરતજ પાછા
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com