________________
૨૧૦
સતી શિરોમણિ ચંદનબાળા ફરી જઈશું. દરમિઆન આપણા માણસેએ વસવાટની ગોઠવણ કરી લીધી હશે.
તળાટી નજીક આવતાં જ એક નાનકડી સરા, પાછળના ભાગમાં પાણીને ઝરો અને બાજુના ભાગમાં એક ખંડવાળી, આગળના ભાગમાં મેટા ઓટલાવાળી ઝૂંપડી નજરે પડી. ઝૂંપડીનું ધર અંદરથી બંધ હતું એટલે એમાં કોઈ વ્યક્તિ જરૂર લેવી જોઈએ એમ અનુમાની વસુમતી એટલે ચઢી દ્વાર ખખડાવવા લાગી.
અંદરથી અવાજ આવ્યો.
ભગવતી મિયા ! ઊભા રહે. હું કમાડ ખોલું છું. આપ આટલા વહેલા આવશો એવો મને સ્વપ્ન પણ ખ્યાલ નહિ. રેજ કરતાં ગુણીજી, આજ લગભગ ચાર ઘટિકા વહેલા છે.
એ શબ્દો પૂરા થતાં જ દરવાજા ઊઘડ્યા.
વસુમતી તે સામે ઊભેલી વ્યક્તિનો ચહેરો જોતાંજ અજાયબીમાં ડરી ગઈ. દ્વાર ખેલનાર વ્યક્તિ તો આભો જ બની ગઈ ! વિચારમગ્ન બની.
ભગવતીના સ્થાને રૂ૫ સંપન્ન અને ગૌરવશાળી કુમારિકા, નજિકમાં જ રથ અને સાથમાં ભભકાદાર–રાજવંશી પોશાકમાં સજ્જ થયેલ પ્રભાવશાળી પુરુષ તથા બે રમણીએ; જાણે એકાદી રાતમાં સ્વર્ગપુરીમાંથી કેઈ દેવે ઊતરી આવી આ સર્જન ન કરી દીધાં હોય !
પિતે છેલ્લા ત્રણેક માસથી અહીં વસે છે, છતાં ગણત્રીના માનવ મુખ સિવાય ભાગ્યે જ કોઈ આ તરફ ફરકે છે ! સમીપના ગામમાં પણ જે મનુષ્યો વસે છે એ સામાન્ય સ્થિતિના છે. નજિકની ટેકરીઓ પર જે શ્રમણશ્રમણીઓ વસે છે, એમાંના ઘણા ખરા તો ધ્યાન મગ્ન રહેતા હોવાથી જવલ્લે જ તળાટીમાં આવે છે. જે ચેડા આવે જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com