________________
૨૦૦
સતી શિરોમણિ ચંદનબાળા દીકરી! ભલે તું રાજકુમારી હો પણ અમારા હૃદયમાં તો હારૂં સ્થાન પોતીકા સંતાન જેવું જ છે. રાજ્ય મહાલયના સુખમાં–રાજવી ભ્રાતાના મીઠા સ્નેહ ઝરણામાં ભાભીઓ સાથની મધુર હારય ક્રીડામાં . અમને સાવ ભૂલી ન જતી. આ રંકની ઝૂંપડીનું સંભારણું રાખજે અને જલ્દીથી પાછી ફરજે.
ચંદના પણ અધિકારી વર્ગ સાથે વિદાય લેતાં જેમ બને તેમ ઉતાવળે પાછા ફરવાને, અને પ્રભુશ્રીના કૈવલ્ય પર્યત આ ઘરમાં જ વસવાનો, દિલાસો આપીને, વડિલની ચરણરજ માથે લઈ વિદાય થઈ.
શેઠ શેઠાણી ક્ષિતિજમાં અદશ્ય થતાં રથને નિહાળી રહ્યાં અને ભગ્ન હૈયે એ દેખાતો બંધ પડતાં ઘરમાં પાછા ફર્યા. ત્વરિત ગતિએ માર્ગ કાપતે રથ અંગ દેશના સીમાડામાં પ્રવેશતાં જ, પરિસ્થિતિમાં સહજ પલ્ટો આવ્યો. રાજકુમારીનાં દર્શને પ્રજાજન ટોળાબંધ એકઠાં થવા લાગ્યાં. એમના હાર્દિક સકારને અવગણી ઉતાવળ કરવાનું યશપાલે યોગ્ય ન માન્યું. ઠાકર હરનામસિંહના' કહેણથી પિતાના માદરે વતનનો સમાવેશ પણ કૂચ કરવાના કાર્યક્રમમાં કરી ગ્રામજન સમૂહને આનંદ આપ્યા. વસુમતી બાળવયમાં એકાદ વાર માતા સાથે અર્વી આવેલી. એટલે તેણીને કંઈ ઝાઝી સ્મૃતિ નહોતી, પણ હરનામસિંહ પોતાની એક માત્ર દીકરીની આ દીકરીમાં ધારિણીના ગુણો તેમજ સંસ્કારિતા પૂર્ણપણે ઊતરેલાં નિરખી, અતિશય આનંદ પામ્યા. ધારિણીની સખી મહિલા તે વસુમતીને જોઈ ગાંડી ઘેલી બની ગઈ. ઠાકરના આગ્રહથી આ ગામમાં સ્થિરતા વધુ દિવસ લંબાઈ, ભાઈ ભાભી સાથે લાંબો સમય રહેવાનો પ્રસંગ યશપાળના જીવનમાં આ પ્રથમ વાર વ્ય.
દીકરી એટલેજ રિકા ઘરની વસ્તી. પાળી પછી મોટી કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com