________________
કમળ સમ નિર્લેપ
સંસ્કારી બનાવી, આખરે તે નવિન ઘરે જ વિદાય કરવાની–કાળ જૂને આ રયે. વૃદ્ધ હરનામસિંહ ધારિણીના અપહરણ અને પાછળથી મરણના ખબરથી બહુ દુઃખી થયા હતા. એમને વસુમતીને પુનઃ જેવાને સ્વપ્ન પણ ખ્યાલ નહેતા એકના એક સંતાનનું કરૂણ મૃત્યુ એમને ખંજરના કારા ઘા સમ આઘાત પહોંચાડી રહ્યું હતું. ત્યારથી તે લગભગ એકાંતવાસમાં રહી, પ્રભુભક્તિમાં સમય વ્યતીત કરતા. ગ્રામજનતાને જરા સરખી પણ પીડા ન પહોંચે તેવી રીતે વહીવટ કરવાની તેમણે અધિકારીઓને સખત આજ્ઞા આપી હતી. પોતાના અવસાન પછીથી જમાઈ એવા દધિવાહન રાજવીની પૂરી સંમતિની આ જાગીર યશપાલને બક્ષિસ કરવાનું નક્કી થયું હતું. પણ શ્યામ • વાદળાંમાં એકાએક વિજળીનો ચમકારો થાય તેમ વસુમતીના ભગવંત વર્ધમાનને પારણું કરાવ્યાના પ્રસંગે દુખી અંતરોમાં અનેરે પ્રકાશ પાથર્યો. નિરાશ હૈયામાં ધારિણીનું સંતાન જીવંત છે એ વાતે આશાનો દીવો પ્રગટાવ્યો. આજે નજરો નજર એ દુહિતાના સહવાસમાં કેટલાયે દિન વ્યતીત થઈ ગયાં છતાં, વૃદ્ધને છવ વિદાય દેવા તો રાજી ન હતો ! જીવનના આથમતા કાળે નજીકના સ્નેહીને સમાગમ ખારા જળમાં મીઠા પાણીની વીરડી સમ મધુર અને સ્વાદુ લાગે છે.
પણ વસુમતીનાં દર્શન માટે તલસી રહેલો સમુદાય ના સૂનો ન હતા. રાજવી કરકંડૂની તલપ સૌ કોઈને ટપી જાય તેવી હતી..એના કહેણ તે ચાલુજ હતા. એમાં ખુદ વસુમતી પોતે પણ ઉતાવળમાં હતી. તેણીને આડે ઘડીમાં પહોર પતાવવાને હતો ' અર્થાત ત્રણ કલાકમાં જે કાર્ય પતાવી શકાય એવું હોય તે સાડા ત્રણ ધડીમાં એટલે કે ચોરાશી મિનિટમાં પતાવવાનું હતું. કૌશામ્બીમાંથી નીકળી ત્યારે આ પિતામહને મળવાનો ખ્યાલ ન હતો. ભાઈ ભાભી સાથે થોડા માસ
ગાળી, સત્વર પાલક પિતાના ઘરમાં પાછા ફરકાની ધારણા હતી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com