________________
२०४
સતી શિરામણી ચંદનબાળા અને પુત્રીનું અપહરણ! એ ઘા માંડ રાણી અભયાના આગમનથી બૂઝાય- ત્યાં એની કરણી જુદેજ ચીલે ચઢી ગઈ !
સ્વજનોના સહવાસનો યોગ સાંપ પણ તે અતિ મોડે! આંધિ ચડી, જળ મારે ઉછાળા, ભૂલ્યો સુકાની દાવ! જેવી સ્થિતિ થઈ. હદયના તાર તૂટયા તે પુનઃ ન સંધાયા !
ચંપાપુરીની એ લીલીસૂકી અનુભવનાર પ્રાસાદમાં નૃપતિ દધિવાહન જેવા પરાક્રમશાળીના બે બાલુડા પરસ્પર વાર્તાલાપમાં મત્સ્યલ થયા છે. એમના ચહેરાજ બેલે છે કે વાતનો વિષય ગહન છે. આમ છતાં જવાબ આપતી ભગિનીના મુખારવિંદ પર ગહનતાની ઝાંખપ નથી જણાતી પણ સ્મિતનો કુવારે ઊડી રહ્યો છે.
કથાનાયિકા વસુમતી, કે એને જુદાં જુદાં દષ્ટાન્ત આપી વાત કરનાર અંગદેશ અને કંચનપુરનો સ્વામી, પ્રબળ પ્રતાપી કરકંડૂ વાચકગણથી અજાણ્યા નથી. અહીંના આગમન પછી તો મહિનાઓ વિતવા છતાં ભાઈબહેનની વાતનો છેડો આવ્યો નથી. એ દરમિઆન વસુમતીએ, મંદાગિરિનો સ્તૂપ તેમજ કંદરાઓ અને ધ્યાન વેળા ઉપયાગની ગુફાઓ, સતી સુભદ્રાએ ચાળણીથી કૂવામાંથી જળ કાઢેલું તે કૃપ અને ચંપાનો ખ્યાતિ પામેલ દરવાજે આદિ નવા લાયક કંઈ કંઈ સ્થળો ખૂંદી નાખ્યા છે. વડિલ ભાઈએ પિતાનું વિશાળ ગોકુલ બતાવી એ પાછળનો આશય સમજાવવામાં કચાશ નથી રાખી. જે પ્રજા શુદ્ધ દહીં-દૂધ અને ઘી જેવા પૌષ્ટિક પદાર્થોથી સુપ્રમાણમાં પિોષાય છે એ મજબૂત સંઘયણવાળી અને અદ્ભુત વીર્યશાળી બને છે. એની શરીરસ્થિતિ નિરોગી રહે છે. એ મહત્વના પદાર્થના કારણરૂપ ગૌવંશનો ઉછેર અને વિસ્તાર હું જાતે કરું છું અને મારા ઉદાહરણ દ્વારા પ્રજાજનોને એમ કરવા આવું છું. પેલે દિન મેં બતાવેલ
વેત વર્ણ વછેરા પર મને કઈ ગાઢ પ્રીતિ બંધાઈ છે. એ નાના અર્ભShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com