________________
૨
સતી શિરોમણું ચંદનબાળા આવ્યા પછી સંયમ પંથ માટે તૈયારી કરવાની હતી. ભગવંતને કેવલજ્ઞાન થાય એટલો જ વિલંબ હતો. તેઓશ્રીના જે સમાચાર પ્રાપ્ત થતા હતા એ ઉપરથી કેવલ્ય દશા હાથ વેંતમાં જણાતી હતી. તીર્થ સ્થાપન કાળે તો એણે પહોંચી જવું જ જોઈએ. જીવનમાં જવલ્લે સાંપડતી એ તક ન ગુમાવાય.
એટલે પિતામહને સમજાવી વસુમતીએ પ્રવાસ યાત્રા શરૂ કરાવી અને માર્ગમાં હવે ઝાઝે વિલંબ ન થાય એવી તાકીદ કરી. ભાવ ભીના સ્વાગત ઝીલતું આ સરઘસ ચંપામાં પ્રવેશ્ય ત્યારે તે જાણે સારી. નગરી એકાદી નવયૌવના તરૂણીને તનમનાટ અનુભવી રહી ન હોય એમ લાગતું. વાટે, હાટે અને બારી કે ઝરૂખામાં માનવ માથાં સિવાય કંઈ જણાતું નહિ. રાણી ધારિણી કરતાં પણ વધારે દીપી નીકળેલી, શૂરાતનમાં જરાપણ શિથિલતા ન દાખવે એવી, છતાં શાંત પ્રકૃતિ વાળી અને બ્રહ્મચર્ય અવસ્થામાં જ રાજમહાલયના વિલાસોને સંસારના સુખને-લાત મારનારી વસુમતીનાં દર્શન એ કઈ ભગવતીનાં દર્શન ન હોય એમ સૌ કઈ પ્રજાજનોને લાગતું. કેઈ પુષ્પની વર્ષા કરતું તે કોઈ અક્ષતથી વધાવતું.
પ્રાસાદનાં પગથીયે ઊભેલા વડિલ બંધને જોતાંજ, રથમાંથી ઊતરી વસુમતીએ પ્રણામ કર્યા. હાલી ભગિનીને પ્રથમ વાર જોતાંજ રાજવીની આંખ ભીની થઈ. તરતજ તેણીને હાથ પકડી પિતાના આવાસ તરફ દોરી ગયો. પ્રેયસીઓ તો નદીને વધાવવા સામે તૈયારજ ઊભેલી હતી. એમને જોતાંજ કરકંડૂ સ્મિત કરતાં બોલ્યા- ચીર કાળથી જેની ઝંખના કરતા હતા એ મારી બેન વસુ-જુવો તો ખરી, આપણે વાટ જોતાં જોતાં થાકી ગયા જ્યારે બહેન બા ને તે એનો હિસાબ પણ નથી ! મેંધા તો એટલા થઈ ગયા કે રેજ ખેપીઆ દોડાવવા પડે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com