________________
કમળ સમ નિલેપ
કને દૂધ પૂરતા પ્રમાણમાં પીવડાવી મસ્ત બનાવવાનો મેં નોકરને હુક્ત આપેલ છે. મને એક વાર એને જોયા વિના ચેન પડતું જ નથી.
જે કંઈ પણ મને ડંખતી બાબત હોય તે તે તારી પ્રવજ્યા લેવાની. દુનિયાનો મેટો ભાગ જે માર્ગે જઈ રહ્યો છે એ મુજબ તું પણ મનપસંદ સાથી શોધે, યુવાનીની મોજ માણે અને પછી દીક્ષા લે તે શું ખોટું ?
વડિલ બ્રાન્ડ ! શા સારૂ એકની એક વાત ફરી ફરી ઉકેલે છે? શું તમો એમ સમજે છે કે આ ચંદનાએ દુઃખના ઉછાળાથી એ માગે લેવાનો નિર્ધાર કર્યો છે? અથવા તમે જેમાં સુખોની કલ્પના કરે છે એના જ્ઞાનથી એ સાવ અજ્ઞાત છે.
ભાઈ! બધા કંઈ એકજ ચાલે ચાલનારા ન હોય. તમારી માતુશ્રીનું દષ્ટાન્ત તો નેત્ર સામે છે. તે તુખારને ચાબુના સપાટા ન હોય. એને માટે માત્ર હવામાં વીંઝ બસ ગણાય. જ્યાં સંસારના વિલાસમાં મારું મન ખૂપતું જ નથી ત્યાં એના ચર્વિતચર્વણનું શું પ્રયોજન !
વારૂ, ભગિની ! તારી એ ઈચ્છા હું કબૂલ રાખું છું અને તું મને વડિલ તરીકે માને છે એટલે તારે પણ મારી એક ઈચ્છા માન્ય રાખવી જ પડશે. જ્યારે પણ સંયમ માર્ગે સંચરવાની પળ આવે ત્યારે આ ચંપાનગરીમાંથીજ ધામધૂમ પૂર્વક નીકળવાનું. એ અંગે જે કંઈ કરવાનું છે તે મારા હાથેજ થાય. રાજકુમારી ને પ્રવજ્યા રાજ્યને શોભે તેવી રીતે દેવાય.
એહે એજ વાતને! મોટા ભાઈ ! એમાં મારે આડા હાથ ધરવાનું કારણ હતું જ નહિ, પણ વિધાતાએ જે નિર્માણ કર્યું હોય એમાં થાય શું? પૂણ જ્ઞાની પણ, એ વિધાતાના શિરે ખીલે ઠોક્વા તૈયાર નથી થતા. એટલેજ કહેવાય છે ને કે “હણહાર મિથ્યા ન થાય.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com