________________
૧ ૧૫
ઉપવનમાં મેળાપ
માતુશ્રીએ કહ્યું કે–તમારી વાત સોળ આના ને રતિ ઉપર જેવી છે. તેઓ હા પાડે તે દીકરી બધી રીતે સુખમાં જાય. પૂર્વે જેણે પૂરાભાવે ભગવાન પૂજ્યા હોય તેના નસીબમાં જ આવું સુખ અને આટલી સાહ્યબી સંભવે. હા, એક વાત ખૂંચે તેવી તો ખરી. આ જે સરખી વયનું ન ગણાય. અભયા અને રાજવીની વય વચ્ચેનું અંતર વધુ લેખાય. એ સિવાય વિચારવાનું એ રહે છે કે તેમની પ્રથમ રાણીને પત્તો નથી પણ એ ગર્ભિણી હતી અને બીજી ધારિણીને તો વસુમતી નામે પુત્રી પણ હતી. એ બધાનો હાલ પત્તો નથી પણ ધારે કે પુનઃોગે સાંપડે તે મારી પુત્રીનાં ફરજંદનું શું ?
અરે તું પણ ક્યાં સુધી પહોંચી ગઈ ? ગામમાં પેસવાના હજુ ફાંફાં ત્યાં પટેલના ઘેર ઊના પાણી જેવી હું વાત કરી. સારા સારા રજવાડાની કુંવરીઓ દોડતી આવે તેમ છે. ત્યાં આપણે સરખા સામાન્ય ભાયાતનો ગજ વાગશે કે કેમ તે હજુ અચોકકસ છે. આ તે મારા મિત્રની લાગવગ પહોંચે છે અને આંગણે આવ્યા છે તો મેળ બેસાડવાના પ્રયત્ન છે. શંકરની કૃપા હોય તો એ બેસી જાય. ભાવિના વિચાર તો નકામા છે. રજવાડામાં વયના અંતર પર વજન ન મૂકાય. બાકી રાણીપદ ભોગવનારના સંતાનો રાજ્યના હકદાર ગણાવાના જ. એ કંઈ રઝળતા ભિખારી નથી થવાના. ચાલી આવતી પ્રણાલિકા મુજબ હિસ્સેદાર ગણાય. આટલા વર્ષોમાં જેની ભાળ મળી નથી એ ક્યાંથી એકએક ફૂટી નીકળશે?
તો, પધારે જલ્દી જુમા શત્રમ્ મારી તે હા છે જ.
આટલી વાત મારા અંતરમાં અકથ્ય ભાવો જન્માવ્યા છે? જેને દષ્ટિ મર્યાદામાં એકવાર પણ લાવવાનો પ્રસંગ લાવ્યો નથી, જેની સાથે સંભાષણ દૂર રહ્યું; અરે પરસ્પરના સ્વભાવનો મેળ બેસે છે કે કેમ એ • વિચારવાનું પણ દૂર રહ્યું; વળ નેત્રાના મેળાપનો યોગ પણ મળ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com